ડમીકાંડના મુખ્ય આરોપીને રિમાન્ડ ભાવનગર:ભાવનગર ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા એક બાદ એક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવા પોલીસની કોશિશ રહે છે. ત્યારે પોલીસે મુખ્ય આરોપી અને 26 તારીખે પકડાયેલા ચાર પૈકી ત્રણ ના રિમાન્ડ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે 25 અને 26 એ પકડાયેલા આરોપીઓમાંથી પાંચને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે 27 તારીખે બીજા પાંચને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
રજૂ કરવામાં આવ્યા:મુખ્ય આરોપીઓના વધુ રિમાન્ડ બે દિવસના મળ્યા ભાવનગર ડમીકાંડમાં મુખ્ય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડમીકાંડના મુખ્ય શરદ પનોત, પ્રદીપ બારૈયા,પ્રકાશ ઉર્ફે પી કે દવે અને બળદેવ રાઠોડને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરતા કોર્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. ડમીકાંડના મુખ્ય ચાર આરોપીઓ પાસેથી મળતા જતા આધાર અને પુરાવા તેમજ પૂછપરછમાં ખુલતા નામોને પગલે આજદિન સુધી 32 જેટલા આરોપીઓ પકડાયા છે. ફરિયાદમાં 36 શખ્સો સામે ફરિયાદ છે ત્યારે પોલીસે મુખ્ય ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછતાછ માટે વધુ રિમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટ દ્વારા 29 તારીખ સુધી ફરધર રિમાન્ડ 2 દિવસના એટલે 29 તારીખ સુધીના મંજુર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Dummy Candidates Scam: ડમીકાંડમાં વધુ 4 ઝડપાયા, વધુ બીજા નામ ખૂલવાની શકયતાઓ
કેટલાની પુછતાછ:ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેમાં ચંદ્રદીપ ચૌહાણ,મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત,સંજય સોલંકી,અને મહેશ ચૌહાણ ને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ડમીકાંડમાં 26 તારીખે પકડાયેલા 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે એકને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. રિમાન્ડ મળનાર ત્રણ જોઈએ તો વિજયભાઈ ધુડાભાઈ જાંબુચા ખડસલીયા વાળો, રિયાજભાઈ કાદરભાઈ કાલાવાડીયા તળાજા વાળો અને પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ ત્રાપજ વાળાના 30 તારીખ બપોર 12 કલાક સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
આ પણ વાંચો Dummy Candidate Scam: કુલ મળીને 23 લોકોની ધરપકડ, શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખની કેશ મળી
ડમીકાંડની એક જ ફરિયાદ: 27 તારીખે બીજા પાંચ પકડાયા ડમીકાંડમાં ભાવનગર ડમીકાંડની એક જ ફરિયાદમાં 36 સામે ફરિયાદ છે. ત્યારે મુખ્ય આરોપીની પૂછતાછમાં ફરિયાદ અને ફરિયાદ બહારના નામ ખુલી રહ્યા છે. જો કે પી કે દવે અને શરદ પનોતના લેપટોપમાં 70 થી 80 નામોના આક્ષેપ યુવરાજસિંહ જાડેજા કરી ચુક્યા છે. ત્યારે 27 તારીખે પકડાયેલા પાંચ શખ્સોમાં જોઈએ તો 1. ગોપાલ વેણીશંકર લાધવા,નોકરી MPHW ઝીંઝુડા,સાવરકુંડલા, 2. ઇકબાલ અલી આદમ લોડિયા,નોકરી MPHW મોટી આંબરોલ,છોટા ઉદેપુર, 3. હનીફ અલી આદમ લોડિયા,MPHW,પીપડી,છોટાઉદેપુર, 4.સોલંકી પ્રવીણ અરજણ,ખેતી,કાળેલા,મહુવા, 5. ગોહિલ ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ, ખેતી,ભંડારીયા વાળાને ઝડપીને પૂછતાછ હાથ ધરી છે.