ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગો ફિવરને લઈ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં, ડી.ટિકિંગ કરાવેલ પશુઓનું જ દૂધ સ્વીકારશે - જિલ્લા વિકાસ અધિકારી

ભાવનગર: જિલ્લામાં ફેલાયેલ કોંગો ફિવરને કારણે જિલ્લા વિકાસ અધિકારીએ સર્વોત્તમ ડેરીનો સહયોગ લઈ કામગીરી આરંભી છે, જેથી સર્વોત્તમ ડેરી હવે ડી.ટિકિંગ કરાવેલ પશુનું જ દૂધ પશુપાલકો પાસેથી ખરીદી કરશે, પશુપાલકોએ પોતાના પશુઓને ડી.ટિકિંગ કરાવેલ છે. એવું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

Bhavnagar

By

Published : Aug 31, 2019, 5:12 PM IST

હાલ કોંગો ફિવરનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આ બાબતને ગંભીર ગણાવી ભાવનગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીએ સર્વોત્તમ ડેરીનો સહયોગ લઈ કામગીરી આરંભી છે. જેમાં સર્વોત્તમ ડેરી હવે ડી.ટિકિંગ કરાવેલ પશુનું જ દૂધ પશુપાલકો પાસેથી ખરીદી કરશે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના પ્રમાણે સર્વોત્તમ ડેરી જિલ્લાના 668 ગામમાં જે પશુપાલકો ઇતરડીનો નાશ કરવા ડી.ટીકીંગ કરાવી ડેરીમાં સર્ટીફિકેટ નહિ રજુ કરે તે પશુપાલકનું દૂધ નહિ ખરીદવામાં આવે.

કોંગો ફિવરને લઈ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં, સર્વોતંમ ડેરી. ડી.ટિકિંગ કરાવેલ પશુઓનું જ દૂધ સ્વીકારશે

ABOUT THE AUTHOR

...view details