ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી અગાઉ ભાવનગરમાં દબાણની કામગીરી અચાનક થંભી જતા તંત્ર પર શંકા - ગુજરાતી સમાચાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે ટકોર કરી રહી છે. ત્યારે ચૂંટાયેલી પાંખનો સમય પૂરો થતાં અગાઉ જોરશોરથી દબાણ કામગીરીમાં લાગેલી મનપા અચાનક થોભી ગઈ છે. આમ અચાનક કામગીરી બંધ થતા લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે કે, શું રાજકીય દબાણને કારણે આ કામગીરી બંધ કરાઈ છે કે પછી ચૂંટણીને કારણે?

ચૂંટણી અગાઉ ભાવનગરમાં દબાણની કામગીરી અચાનક થંભી જતા કામગીરી પર શંકા
ચૂંટણી અગાઉ ભાવનગરમાં દબાણની કામગીરી અચાનક થંભી જતા કામગીરી પર શંકા

By

Published : Jan 20, 2021, 10:00 AM IST

  • અગાઉ અડચણરૂપ દબાણને તંત્ર બેખૌફ રીતે હટાવતું હતું
  • વહિવટદાર દ્વારા અચાનક કામગિરી બંધ કરાતા લોકોમાં ચર્ચા
  • કોંગ્રેસે ધરણા કરતા વહિવટદાર દ્વારા અપાઈ હતી બાંહેધરી

ભાવનગર: મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખનો સમય પૂર્ણ થયા બાદ નિમણૂક પામેલા વહીવટદાર દ્વારા શરૂઆતમાં દબાણો ઉપર પૂરજોશમાં બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. પરંતુ, થોડાક દિવસોથી દબાણની કામગીરી જોવા મળતી નથી. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે ટકોર કરી રહી છે. એવામાં રંગેચંગે શરૂ કરાયેલી કામગીરી પર એકાએક રોક લાગી જતા શહેરીજનોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.

વહીવટદારની પ્રશ્નાર્થ ઉભા કરતી કામગીરી

ભાવનગરમાં ચૂંટાયેલી પાંખનો સમય પૂર્ણ થયા બાદ જે રીતે વહીવટદાર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને લઈને લોકોને આશા હતી કે, મુખ્ય પ્રોજેક્ટો પૂર્ણ થઇ જશે. પરંતુ જે રીતે ચુંટણી નજીક આવતા કામગીરીને બંધ કરવામાં આવી છે. તેને લઈને હવે લોકોમાં સવાલ ઉઠવા લાગ્યો છે કે, આખરે રોક કેમ લાગી ગઈ છે? અગાઉ કોઈપણ અડચણરૂપ દબાણને તંત્ર દ્વારા બેખૌફ રીતે હટાવવામાં આવતું હતું. પરંતુ ચૂંટણી નજીક આવતા જ કામગીરી પર લાગેલી રોક વહીવટદારની કામગીરી સામે સવાલો ઉભા કરે છે.

કેટલીક જગ્યાઓ પર ભૂમાફિયાઓ જમાવી શકે છે કબજો

ભાવનગર શહેરમાં હજુ જોઈએ તો મુખ્ય બોરતળાવની જમીનના દબાણ બાકી રહ્યા છે. કોંગ્રેસે આ મુદ્દાને લઈને ધરણા કરી અચોક્કસ મુદ્દતનાં ઉપવાસનો પ્રારંભ કરીને હાલમાં તંત્રને બાનમાં લેવાતાં વહીવટદાર મનપાનાં કમિશ્નર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે, ચોક્કસ તે દબાણો દૂર કરવામાં આવશે. શહેરમાં એવા અનેક દબાણો છે કે, જે દૂર કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ભૂમાફિયાઓ તેના પર કબજો જમાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details