ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર: શિક્ષણનું દાન આપનારા હવે રક્તદાન માટે પણ આગળ આવ્યા - Blood Donation Camp

ભાવનગરમાં આમ તો અનેક રક્તદાન કેમ્પ યોજાતા હોય છે. હવે શિક્ષણનું દાન આપનારા રક્તદાન માટે પણ આગળ આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાના યોજાયેલા ચાર રક્તદાન કેમ્પમાં 750 શિક્ષકો અને તેના પરિવાર મળીને આશરે 300 બોટલ રક્તદાન કર્યું હતું.

bhavnagar
ભાવનગર

By

Published : Aug 29, 2020, 5:49 PM IST

ભાવનગર: શહેરમાં આમ તો અનેક બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા હોય છે. પરતું જ્ઞાન આપનારા હવે રક્તદાન માટે પણ આગળ આવ્યા છે. શહેરમાં શિક્ષકોનો પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની દરેક શાળાઓના શિક્ષકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોરોના મહામારીમાં શિક્ષકો પણ આગળ આવ્યા છે. રક્તદાન મહાદાન છે, ત્યારે શિક્ષકો સાથે તેમના વાલીઓ પણ રક્તદાનમાં જોડાયા હતા.

શિક્ષાણનું દાન આપનારા હવે રક્તદાન માટે પણ આગળ આવ્યા
ભાવનગરમાં ચાર રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જે વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે યોજાયા હતા. પૂર્વ વિસ્તારની શાળાઓ માટે બે કેમ્પ અને પશ્ચિમ વિસ્તારમાં બે કેમ્પ તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમનો અને છેલ્લો રક્તદાન કેમ્પ ભાવનગરના કુંભારવાડા વિસ્તારની શાળામાં યોજવામાં આવ્યો હતો. પશ્ચિમ વિસ્તારની 14 શાળાના 50થી વધુ લોકો રક્તદાન કેમ્પમાં જોડાયા હતા. જેમાં શિક્ષણ સમિતિની 55 શાળાના 750 જેટલા શિક્ષકો છે. જે પૈકી આજે છેલ્લા રક્તદાન કેમ્પમાં 50 શિક્ષકો અને બાકી તેમના પરિવારના મળીને 100 બોટલ આસપાસ રક્તદાન કરવામાં આવ્યું હતું. તેમજ કુલ ચાર કેમ્પનું આશરે 300 બોટલ જેવું રક્તદાન શિક્ષકો અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે જ્ઞાન આપનાર હવે રક્ત પણ આપી રહ્યા છે અને શિક્ષકની વ્યાખ્યા હવે ક્યાંક બદલાતી હોય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details