- ભાવનગર શહેરમાં શ્વાનની સંખ્યામાં વધારો
- ભાવનગર શહેરમાં શ્વાન કરડવાના અનેક બનાવો આવી રહ્યા સામે આવી રહ્યા છે
- સર ટી હોસ્પિટલમાં શ્વાનના રોજના 200 સુધીના કેસ નોંધાયા
ભાવનગરઃ શહેરમાં શ્વાનની સંખ્યામાં વધારો થયો છે. જેની સંખ્યા 5 હજાર આસપાસ પહોંચી છે, જ્યારે શહેરમાં શ્વાન કરડવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે સર ટી હોસ્પિટલમાં રોજના 200 સુધીના કેસ નોંધાયેલા છે, ત્યારે શહેરમાં શ્વાનની ખસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં શ્વાન ખસીકરણ પ્રક્રિયા હાથ ધરાઇ ભાવનગર પાલિકા ટીમ મેદાને
ભાવનગર શહેરમાં વધી ગયેલા શ્વાનની પ્રજાતિને મર્યાદિત રાખવા માટે મહાનગરપાલિકાની ટીમ મેદાનમાં ઉતરી ગઈ છે, ત્યારે શહેરમાં અલગ સ્થળોએ શ્વાન પકડવા જતી ટીમને કેટલાક લોકોનો સામનો કરીને શ્વાનને છોડવા પડે છે. આથી મનપાના અધિકારીએ વિનંતી કરી છે કે, આ કાર્યમાં લોકો તેમને સહયોગ આપે.
ભાવનગરમાં શ્વાન પકડવાની કામગીરી હાથ ધરાઇ
ભાવનગરમાં વધી ગયેલા શ્વાનના કારણે કરડવાના આશરે 150 થી વધુ કેસ સર ટી હોસ્પિટલમાં નોંધાયેલા છે. શ્વાન કરડવાથી હડકવા થવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે 2 વર્ષ પછી મહાનગરપાલિકાએ ABC પ્રોજેકટશ્વાનની પ્રજાતિને કાબુમાં રાખવા શરૂ કર્યો છે શહેરમાં આશરે 5 હજાર જેટલા શ્વાન છે આ શ્વાન સામે હાલ 200 શ્વાન પકડવામાં આવ્યા છે અને ખસીકરણ કરવામાં આવી રહ્યું છે.
ભાવનગર શહેરમાં શ્વાન ખસીકરણ પ્રક્રિયા હાથ ધરાઇ મનપાની લોકોને અપીલ
ભાવનગરમાં શ્વાન પકડતી ટીમ જ્યારે શહેરી વિસ્તરમાં જાય છે, ત્યારે કેટલાક વિસ્તારમાં શ્વાન પકડતી ટીમને રોકવામાં આવી રહી છે. ત્યારે આવા લોકોને ખ્યાલ નથી કે તેનું પાલતુ પશુ શ્વાન અન્ય રાહદારીઓને રસ્તા પર નુકસાન પહોંચાળી રહ્યું છે અને મનપાની ટીમને આવા બનાવ બાદ કામગીરીમાં હાલાકી પડી રહી છે.
ઇટીવી ભારતે મહેશ હિરપરા સાથે કરી વાતચીત
ઇટીવી ભારતે ભાવનગર મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી મહેશ હિરપરા સાથે વાતચીત કરી હતી તેમને જણાવ્યું હતું કે, શહેરમાં શ્વાનની સંખ્યા આશરે 5 હજારની આસપાસ હશે અને હાલ 200 શ્વાન ઝડપયા છે. કરડવાના બનાવને પગલે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જીવદયાના નામે શ્વાન છોડાવતા લોકોને જણાવી દઈએ કે, શ્વાનને ABC પ્રોજેકટમાં વ્યવસ્થિત રાખવામાં આવે છે. તેના ભોજનનું ધ્યાન રાખવામાં આવે છે તેનું ખસીકરણ કરીને તેને પરત તેજ વિસ્તારમાં થોડા દિવસોમાં છોડવામાં આવે છે. આથી લોકોને અપીલ છે કે, ટીમને તેનું કામ કરવા દે જીવદયા નામે બીજાની ચિંતા કરીને રોડા કામમાં નાખે નહીં.