- શિયાળામાં સ્વાસ્થ્યને અને હૃદયરોગના દર્દીને ડોકટરનું સૂચન
- શિયાળાને ભારતની ત્રણ ઋતુનો રાજા
- લીલા શાકભાજીથી પ્રાપ્ત થાય છે દરેક પ્રોટીન અને વિટામિન
ભાવનગર :ભારત દેશમાં ત્રણ ઋતુઓનું રાજ છે આ ઋતુઓમાં શિયાળો ઋતુઓના રાજા છે. તેમજ સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવાનો સમય છે પણ ખાસ કરીને હૃદયરોગના દર્દીઓ માટે ભયજનક સમય માનવામાં આવે છે. ત્યારે ડોક્ટરો પાસેથી જાણવા મળ્યું છે કે, કેટલી કાળજી રાખવી જોઈએ.
ભાવનગર સહિત દેશભરમાં ઠંડીની ઋતુ આવે એટલે ગરમ ચીજો તરફ મનુષ્ય આપોઆપ આકર્ષાય જાય છે. આમ તો શિયાળાને ભારતની ત્રણ ઋતુનો રાજા માનવામાં આવે છે. ત્યારે શિયાળામાં સ્વાસ્થ્યને સુદ્રઢ રાખવા માટે ફિઝિશિયન ડૉ. મનસુખભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, શિયાળામાં લીલા શાકભાજી આરોગવા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીલા શાકભાજીથી દરેક પ્રોટીન અને વિટામિન પ્રાપ્ત થાય છે. સવારમાં યોગા કરવા, સાયકલિંગ અને વોકિંગ પણ ખૂબ મહત્વનું છે.