ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના ડૉક્ટરની પહેલ, પ્લાસ્ટિકની બોટલમાંથી બનશે ઇકો બ્રિક્સ પાર્ક

ભાવનગર અકવાડા લેકની બાજુની ફાઝલ જગ્યા પર ઇકો બ્રિક્સ પાર્ક બનાવાઇ રહ્યો છે. જેમાં વપરાયેલી પ્લાસ્ટિકની બોટલમાંથી વૃક્ષ ફરતેનાં ચક્રો અને રસ્તાઓ બનાવવામાં આવશે.

ઇકો બ્રિક્સ પાર્ક
ઇકો બ્રિક્સ પાર્ક

By

Published : Jan 23, 2021, 1:09 PM IST

  • કમિશનર અને એન્જીનીયરના માર્ગદર્શન હેઠળ બનાવાશે પાર્ક
  • બોટલમાંથી બનેલા રસ્તાઓ એક્યુપ્રેશર થેરાપી તરીકે લાભકારક
  • પ્લાસ્ટિકનાં ઝબલા અને દૂધની કોથળી જેવી વસ્તુઓનો પણ થશે સમાવેશ

ભાવનગર: પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગથી ડૉ. તેજસ દોશી મહાનગરપાલિકા કમિશનરના સહયોગથી ઇકો બ્રિક્સ પાર્ક બનાવી રહ્યા છે. અકવાડા લેક પાસેની ફાઝલ જમીનમાં ઇકો પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. સોડા, ફીનાઈલ જેવી પ્લાસ્ટિકની બોટલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પાર્ક બનાવવાની યોજના કરવામાં આવી રહી છે.

ઇકો બ્રિક્સ પાર્ક


ક્યાં અને કેવી રીતે બનશે ઈકો પાર્ક?

ભાવનગર અકવાડા લેકની બાજુની ફાઝલ જગ્યા પર ઇકો બ્રિક્સ પાર્ક બનાવવા માટે ડો તેજસ દોશી આગળ આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર એમ એ ગાંધી અને BMC એક્ઝિક્યુટિવ એન્જીનીયર વિજય પંડિત ઇકો બ્રિક્સ પાર્કમાં રસ દાખવી રહ્યા છે. જેમાં સોડાની પ્લાસ્ટિકની બોટલનો ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ બોટલો મારફત વૃક્ષને ફરતું ચક્ર બનાવવામાં આવી રહ્યું છે સાથે જ અહિંના રસ્તાઓ બનાવવામાં પણ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે એક્યુપ્રેશર થેરાપી તરીકે પણ લાભદાયી નિવડશે.

ઇકો બ્રિક્સ પાર્ક

સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો કરાશે ઉપયોગ

ઇકો બ્રિક્સ પાર્કમાં માત્ર પ્લાસ્ટિકની સોડા, ફીનાઇલ તેમજ એસિડની વપરાયેલી બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડો તેજસ દોશી અને મહાનગરપાલિકાએ આવી એકત્ર કરેલી બોટલોમાં પ્લાસ્ટિકનાં ઝબલા, દૂધની કોથળી જેવાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઠાંસીને ભરવામાં આવે છે અને તેની ઘટ આવે તો તો તેમાં રેતી ભરીને તેમાંથી વૃક્ષ ફરતા ચક્ર અને ચાલવાનો પથ બનાવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાર્કનું કામ કમિશનર અને એન્જીનીયરના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

ઇકો બ્રિક્સ પાર્ક

ABOUT THE AUTHOR

...view details