નવા પાઠ્યપુસ્તકો વાલીઓના ખીસ્સામાં ભારણ વધારશે કે ઘટાડશે, જાણો શું થયા ફેરફાર - Gujarat Textbook Board
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ (Gujarat Rajya Shala Pathyapustak Mandal)દ્વારા પાઠ્યપુસ્તકનું વિતરણ શરૂ થઈ ગયું છે. ધોરણ 5 માં પુસ્તક બદલાયું હોવાનું પણ એસોસિયેશને જણાવ્યું છે. દર વર્ષે પુસ્તકોની ખરીદી થતી હોય ત્યારે આ વર્ષે પાઠ્યપુસ્તકોની સ્થિતિ અને તેના ભાવ વિશે જાણીએ..
નવા પાઠ્યપુસ્તકો વાલીઓના ખીસ્સામાં ભારણ વધારશે કે ઘટાડશે, જાણો શું થયા ફેરફાર
By
Published : May 28, 2022, 6:41 PM IST
|
Updated : May 28, 2022, 8:21 PM IST
ભાવનગરઃગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકનું (Gujarat Rajya Shala Pathyapustak Mandal)વિતરણ શરૂ થઈ ગયું હોવાનું ભાવનગર જિલ્લા સ્ટેશનરીના સંચાલકે જણાવ્યું છે. ભાવો વિશે પણ પાઠ્યપુસ્તક (Gujarat Textbook Board) એસોસિયેશને સરકારની તારીફ કરી છે. ધોરણ 5 માં પુસ્તક બદલાયું હોવાનું પણ એસોસિયેશને જણાવ્યું છે. જાણો શુ ભાવો ધોરણ 1 થી 9ના અને કયું બદલાયું પુસ્તક ધોરણ 5 નું ? જાણો.
પુસ્તકોની ખરીદી અને તેના ભાવ -જૂન માસની શરૂઆત એટલે ચોમાસાનો પ્રારંભ અને શાળાઓમાં કિલકીલાટની શરૂઆતનો માસ કહેવામાં આવે છે. આ માસમાં વાલીઓ પર આર્થિક બોજો વધતો હોઈ છે. પુસ્તકોની ખરીદી થતી હોય ત્યારે આ વર્ષે પાઠ્યપુસ્તકોની સ્થિતિ અને તેના ભાવ વિશે અમે તમને જણાવશું. ચાલો જાણીએ.
પાઠ્યપુસ્તકોને પગલે બજારમાં સ્થિતિ શુ દુકાનોમાં -ભાવનગર શહેરમાં આવેલી બુક સ્ટોલમાં હજુ ધોરણ 1 થી 8 ના ગુજરાતી માધ્યમના પુસ્તકો પોહચ્યા નથી. આ પુસ્તકોને પગલે સ્ટેશનરી એસોસિયેશનના સંચાલક કાળુભાઇએ જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધના પગલે આ વર્ષે પુસ્તકો થોડા મોડા વિતરણ થયા છે. હાલમાં વિતરણ કાર્યક્રમ ચાલુ છે અને 10 તારીખ સુધીમાં દરેક સ્થળે પોહચી જશે.પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તક આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
વાલીઓને પાઠ્યપુસ્તક મંડળની રાહત અને શું ભાવ -ભાવનગર શહેર અને જિલ્લામાં પાઠ્યપુસ્તકો શાળાઓને આપવાની શરૂઆત થઈ ગઈ હોવાનું સ્ટેશનરી એસોસિયેશનના સંચાલકનું કહેવું છે. કાળુભાઇ જાબુંચાએ જણાવ્યું હતું કે વાલીઓ માટે સારા સમાચાર એ છે કે ગુજરાતી માધ્યમમાં પાઠપુસ્તકોના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બે વર્ષ પહેલાના ભાવ જ રાખવામાં આવ્યા છે જ્યારે હાલમાં 150 થી 200 ટકા કાગળના ભાવમાં વધારો આવ્યો છે. ધોરણ 1 થી 8 માં માત્ર ધોરણ 5 ના ગુજરાતીને બદલવામાં આવ્યું છે. ચાલો જાણીએ ગુજરાતી માધ્યમના ધોરણ પાઠ્યપુસ્તકોના ભાવ જે નીચે મુજબ છે.