ભાવનગર:શહેરનું દિવ્યાંગ દંપતીએ કુદરતની ઉણપને નજર અંદાજ કરીને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. પેરા ટેબલ ટેનિસમાં દંપતીએ રાષ્ટ્રીયકક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ત્યારે હવે ઇજિપ્તમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામનેટમાં ભાગ લેવા પોહચ્યું છે. જે બીજા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત પણ બની રહ્યા છે. જોકે, આ માટે બન્ને વ્યક્તિઓએ ખૂબ મહેનત કરી હતી.
ગૌરવ સમાન ઘટના:ભાવનગર શહેરના દિવ્યાંગ દંપતી છેલ્લા ચાર પાંચ વર્ષથી પેરા ટેબલ ટેનિસ રમી રહ્યા છે. ત્યારે ઇજિપ્ત ખાતે શરૂ થનાર ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસમાં ભાગ લેવા ઇજિપ્ત જવા રવાના થયા હતા. ઇજિપ્ત જવા રવાના થતા ભાવનગર માટે ગૌરવ સમાન ઘટના માનવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં રહેતા અને હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સુતરીયા 80 ટકા દિવ્યાંગ છે. જ્યારે તેમના પત્ની સંગીતાબેન 60 ટકા દિવ્યાંગ છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેઓ પેરા ટેબલ ટેનિસમાં સારા એવા ખેલાડી બની ગયા છે. રાષ્ટ્રીય કક્ષાએ તેમને અનેક મેડલ્સ પણ પ્રાપ્ત કર્યા છે. આથી તેઓ હવે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા છે.
આ પણ વાંચો Sabarkantha News : દિવ્યાંગ દંપતી 150 દિવ્યાંગોને આપે છે રોજગારી, 1 હજારને પગભર કરવાનો નિશ્ચય
ભાગ લેવા રવાના:ભાવનગરના અલ્પેશભાઈ સુતરીયા અને સંગીતાબેન સુતરીયા બંને 25 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પસંદ થયા બાદ ભાગ લેવા ઇજિપ્ત જવા માટે રવાના થયા છે. 25 ફેબ્રુઆરીથી ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે ભાવનગરમાં આજ દિન સુધી કોઈ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પહોંચી શક્યું નથી. ત્યારે અલ્પેશભાઈ અને સંગીતાબેનની સિદ્ધિને પગલે આશા હવે જીતની સેવાઈ રહી છે.
આ પણ વાંચો દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા કચ્છમાં યોજાયો દિવ્યાંગ રમતોત્સવ
કેન્દ્રથી સિદ્ધિની શરૂઆત:ભાવનગર શહેરમાં રહેતું દંપતિ છેલ્લા ચાર પાંચ વર્ષથી આંબાવાડીમાં આવેલા અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રમાં પેરા ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરતા આવ્યા છે. રાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસમાં તેઓએ બ્રોન્ઝ મેડલ પણ મેળવેલો છે. ત્યારે કહી શકાય કે દિવ્યાંગતાને માત આપીને દંપતી રમતગમતમાં સિદ્ધિ હાંસલ કરી છે. હવે ભાવેણાવાસીઓનું ગૌરવ ઇજિપ્તમાં જીત મેળવીને વધારે તેવી આશા સેવાઈ રહી છે.