ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના મહેમાન બનતા ઢોર બગલા, શિયાળામાં બનાવે છે મોટો માળો - ભાવનગર શહેરનું વડવા ગામ

શહેરમાં ભાવનગર સ્થાપના પહેલા મહેમાન બનતા ઢોક બગલા (Penterd stock) માટે અપીલ પ્રકૃતિપ્રેમીઓએ કરી છે. ઉત્તરાયણ માણસો માટે આનંદનો દિવસ પણ ઢોક બગલા માટે માતમનો દિવસ બની જાય છે.

ભાવનગરના મહેમાન બનતા ઢોર બગલા
ભાવનગરના મહેમાન બનતા ઢોર બગલા

By

Published : Dec 31, 2022, 5:33 PM IST

ભાવનગરના મહેમાન બનતા ઢોર બગલા

ભાવનગરશહેરમાં ભાવનગર સ્થાપના પહેલા મહેમાન બનતા ઢોક બગલા (Penterd stock) માટે અપીલ પ્રકૃતિપ્રેમીઓએ કરી છે. ઉત્તરાયણ માણસો માટે આનંદનો દિવસ પણ ઢોક બગલા માટે માતમનો દિવસ બની જાય છે. શુ છે માંગ જાણો.

ભાવનગર શહેરમાં પ્રકૃતિ દેન વર્ષોથી રહી છે. શહેરના ગંગાજળિયા તળાવની (Gangajaliya lake) આસપાસ આવેલા વૃક્ષો ઉપર પેન્ટર્ડ સ્ટોક(ઢોક બગલા) વર્ષોથી શિયાળામાં મહેમાન બનીને માળા (Nesting) બનાવે છે. આ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ શિયાળાના અંતમાં આવતી ઉત્તરાયણ કતલનો દિન ઢોક બગલા માત્ર બની જાય છે.

ઢોક બગલા ભાવનગરનું ઘરેણું કેમભાવનગર શહેરનું વડવા ગામ(Gangajaliya lake) એટલે કે એક સમયે ભાવનગર સ્ટેટની સ્થાપના થઈ તે પહેલાનું વડવા ગામ છે. વડવા ગામના ગંગાજળિયા તળાવની આસપાસ આવેલા વૃક્ષો ઉપર વર્ષોથી માળા બનાવે છે. આજે પણ વર્ષો પછી પોતાનો વસવાટ કરે છે. ભાવનગર શહેરમાં પ્રવેશતા શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવની આસપાસ હજારોની સંખ્યામાં વૃક્ષો ઉપર જોવા મળે છે. મોટા કદવાળા સફેદ કાળા પાંખ અને કેસરી કલરની ચાંચ વાળા આ ઢોક બગલા ભાવનગરનું ઘરેણું માનવામાં આવે છે કે જે મનુષ્યની પ્રજાતિ વચ્ચે રહીને પણ પોતાનું પ્રજનન કરે છે.

ભાવનગર શહેરમાં શિયાળાના પ્રારંભ પહેલા પેન્ટર્ડ સ્ટોક (Gangajaliya lake) એટલે કે ઢોક બગલાની આવવાની શરૂઆત થઈ જાય છે. આમ તો આ ઢોક બગલા દરિયા કિનારે આઠ મહિના સુધી વસવાટ કરે છે. માછલી,કરચલા જેવા તેના ખોરાક હોય છે. શિયાળાનો પ્રારંભ થતાં ગંગાજળિયા તળાવની આસપાસના મહાકાય વૃક્ષો ઉપર આવવાનો પ્રારંભ કરે છે. બાદમાં નેસ્ટીંગ પણ કરે છે. ભાવનગરના ગંગાજળિયા તળાવની આસપાસ વૃક્ષો ઉપર નેસ્ટીંગ પાછળનું કારણ નજીકમાં રહેલો વેટલેન્ડ વિસ્તાર અને ગંગાજળિયા તળાવ હોવાનું માનવામાં આવે છે. જેમાં માછલી જેવો ખોરાક પણ મળી રહે છે. ઢોક બગલા પોતાની નેસ્ટીંગની જગ્યાને આજે વર્ષો પછી પણ માણસોની વચ્ચે રહીને બદલાવતા નથી.

પ્રકૃતિપ્રેમીની માંગ ઉત્તરાયણના વિરોધમાંભાવનગર શહેરમાં(Gangajaliya lake) વર્ષોથી આવતા ઢોક બગલા 2014 ના વર્ષ પછી મોટી સંખ્યામાં ભાવનગરના ગંગાજળિયા તળાવ અને આસપાસના વિસ્તારોના વૃક્ષો ઉપર આવી રહ્યા છે. નેસ્ટીંગ કરવામાં પણ વધારો કર્યો છે. 3000 જેટલા હાલમાં પેન્ટર્ડ સ્ટોક ભાવનગર શહેરમાં દર શિયાળામાં મહેમાન બની જાય છે. ચોમાસુ અને ઉનાળામાં દરિયાકાંઠે વસવાટ કરે છે ત્યારે પ્રકૃતિ પ્રેમીની માંગ છે કે ઉતરાયણમાં આ વિસ્તારમાં પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેમ જયેશ વાઘેલા પ્રકૃતિપ્રેમીએ જણાવ્યું હતું. જો કે દર વર્ષે આ માંગ તો થાય છે પરંતુ સ્થાનિક તંત્ર કશું કરતું નથી. ઉત્તરાયણમાં 50 થી વધારે પેન્ટર્ડ સ્ટોકના મોટા થઈ ગયેલા બચ્ચાઓ તો ક્યારેક પેન્ટર્ડ સ્ટોક દોરીનો ભોગ બનીને મોતના મોં માં ધકેલાતા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details