- ૨૦૧૫માં ભાવનગર પોલીસે ઝડપ્યું હતું કૌભાંડ
- આશરે ૩ લાખ જેટલી ૫૦૦ની નોટોનો સમાવેશ
- સાત આરોપીઓની અટકાયત, ચારને સજા
ભાવનગર:ભાવનગર શહેરમાં ૨૦૧૫માં ભાવનગર પોલીસે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં ઢસાના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની પણ સંડોવણી સામે આવી હતી જેથી પોલીસે સાધુ સહીત કુલ ચાર લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી, ત્યારે ભાવનગર જીલ્લા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે સાધુ સહીત અન્ય ત્રણને સજા ફટકારી છે.
એક સાઘુ સહિત અન્ય ત્રણની સંડોવણી ભાવનગર પોલીસે ભરતનગરનાં જીએમડીસી વિસ્તારમાં નકલી નોટનું કૌભાંડ ઝડપી લીધું હતું. જેમાં કુલ ત્રણ શખ્સ મળીને ઢસા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જેમાં આશરે ૩ લાખ જેવી ૫૦૦ના દરની નોટો હતી. નકલી નોટમાં આરોપીઓ ઝડપાઈ ગયા બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.
કુલ 7 આરોપીઓની થઈ હતી અટકાયત
પોલીસે ભૂપત ઝાપડીયા નામના મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સજા ફટકારી છે. સજા બાદ કોર્ટમાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસે કુલ ૭ આરોપીઓ ઝડપી લીધા હતા, જેમાંથી ચાર શખ્સોને કોર્ટે દોશી જાહેર કરીને સજા ફટકારી છે.