ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોઘા તાલુકાને અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ

ભાવનગર: રાજ્યભરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. જેના પગલે ખેતરોમાં પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવાના ખાસ પેકેજની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં પણ 160 ટકા વરસાદ થવાથી ખેતીને ભારે નુકસાન થયું છે. છતાં પણ તેનો સમાવેશ અતિવૃષ્ટિ સહાયમાં ન કરવામાં આવતા ખેડૂતો દ્વારા ઘોઘા તાલુકાના ખેડૂતોને સહાય આપવાની માગ કરવામાં આવી છે.

અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ
અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ

By

Published : Nov 28, 2019, 10:28 AM IST

Updated : Nov 28, 2019, 3:34 PM IST

રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિને લઇ ખેડૂતો માટે 3700 કરોડ જેટલું ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં સરેરાશ 100 ટકા કરતા વધુ વરસાદ અને પાંચ જિલ્લાઓમાં 150 ટકા કરતા વધુ વરસાદના આંકડા નોંધાયા છે. અતિવૃષ્ટિ જેવા માહોલમાં ખેતીના ઉભા પાકને ખૂબ જ નુકશાન થવા પામ્યું હતું. જેને લઇ રાજ્યસરકાર દ્વારા આંકડા અનુસાર ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી તેમજ પાકવીમો ધરાવતા ખેડૂતોને પણ તેમને પાક વીમાનું પૂરતું વળતર મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે.

અતિવૃષ્ટિ સહાયમાં સમાવિષ્ટ કરવા ખેડૂતોની માગ

ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિને લઇ સહાયના પેકેજમાં સમાવેશ કરવાની માગ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવી અને વિવિધ તાલુકાનો અતિવૃષ્ટિ સહાયના પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે તમામ મથકો પર સરકાર દ્વારા નુકશાની અનુસાર વળતર આપવામાં આવશે.

Last Updated : Nov 28, 2019, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details