ભાવનગર યાર્ડમાં હાલ 25 હજાર ગુણીના બદલે 5 હજાર ગુણી ડુંગળીની આવક થવાથી ભાવ 1925એ પહોંચ્યા છે. 1 રૂપિયે વહેચાયેલી ડુંગળીના સમયે કોઈ બોલ્યું નહિ અને આજે ખેડૂતોને ભાવ મળતા કોને તકલીફ છે તેવો ખેડૂતો કટાક્ષ કરી રહ્યા છે. જેમાં વિશેષમાં તો ખેડૂતો આયાત બંધ કરવા સરકાર પાસે માગ કરી રહ્યાં છે.
લ્યો બોલો ! ભાવનગરમાં ડુંગળીની આયાત બંધ કરવા માગ - ખેડૂત
ભાવનગર : ગરીબોની કસ્તુરીના ભાવ યાર્ડમાં 1925 સુધી પહોંચ્યો છે, ત્યારે ખેડૂતોએ ભાવ ઘટે નહિ તે માટે આયાત બંધ કરવા માગ કરી છે.
ખેડૂતોની ડુંગળીની આયાત બંધ કરવા માગ
માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 5 હજાર ગુણી છે તો યાર્ડમાં ભાવ 1925 સુધી પહોચી ગયો છે. ખેડૂતો ઉત્પાદન ઓછું હોવાથી ભાવ ઘટે નહિ તે માટે આયાત બંધ કરવાની માગ કરી રહ્યા છે તો વેપારી પણ દેશનો ખેડૂત પહેલા કમાઇ તેવુ ઈચ્છી રહ્યા છે