ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોહિલવાડના મધદરિયે કોસ્ટગાર્ડના જહાજને નડ્યો અકસ્માત, પોલીસને થતા ચુસ્ત બંદોબસ્ત - Zanzibar Maritime Boundary of Talaja

ગુજરાતના દરિયાઈ માર્ગે વધતા નશીલા પદાર્થોની હેરાફેરી માટે દરિયાઈ સુરક્ષા તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તે સમયે ઝાંઝમેર દરિયાઈ સીમા નજીક ઓવરક્રાફ્ટ અચાનક (Ship Capsized off Coast of Bhavnagar) બંધ પડી જતા મુશ્કેલી સર્જાય હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ચુસ્ત બંદોબસ્ત (Overcraft Ship Stranded off Coast of Bhavnagar) ગોઠવી દેવામાં આવ્યો હતો.

હાજી કાસમ, તારી વીજળી મધદરિયે વેરણ થઇ..! ગોહિલવાડના મધદરિયે કોસ્ટગાર્ડનું જહાજ પડ્યું બંધ
હાજી કાસમ, તારી વીજળી મધદરિયે વેરણ થઇ..! ગોહિલવાડના મધદરિયે કોસ્ટગાર્ડનું જહાજ પડ્યું બંધ

By

Published : May 2, 2022, 5:10 PM IST

ભાવનગર :ઘોઘા દરીયાકાંઠાથી લઇ અમરેલી સુધી વિશાળ દરિયો કાંઠો જોવા મળી રહ્યો છે. આ દરિયા મારફતે તળાજા તાલુકામાં આવેલ અલંગ ખાતે અનેક વિધવિધ મોટા જહાજો ભંગાણ અર્થે આવતા હોય છે. જેને લઈને શિપબ્રેકરો માંગ હતી કે, મરીન પોલીસ દ્વારા દરિયામાં સઘળ(Overcraft Ship Stranded off Coast of Bhavnagar) ચેકિંગ હાથ ધરવામાં આવે. તેથી ગઈકાલે દેશી ચાંચિયાઓ અને દરિયાઈ માર્ગે વધતા નશીલા પદાર્થની હેરાફેરી તેમજ જહાજોમાં થતી ચોરીને લઈ દરિયાઈ સુરક્ષા તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ (Patrolling in Coastal Area of ​​Bhavnagar) હાથ ધરવામાં આવ્યું હતું.

ભાવનગરના ઝાંઝમેર દરિયાઈ સીમા નજીક ઓવરક્રાફ્ટ અચાનક પડી બંધ

આ પણ વાંચો :તારીખ 2 થી 3 સુધી માછીમારોને દરિયો ન ખેડવા આપાઈ સૂચના

ઓવરક્રાફ્ટને બાંધી ખેંચી - ત્યારે રવિવારે તળાજાના ઝાંઝમેર ગામ (Zanzibar Maritime Boundary of Talaja) સામેના દરિયામાં કોસ્ટગાર્ડની દસેક જવાનોની ટીમ ઓવરક્રાફ્ટ લઈ પેટ્રોલિંગ કરતી હતી. આ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા દાઠા પોલીસનો સંપર્ક કરી તેઓના સહયોગથી ઓવરક્રાફ્ટને દરિયા કિનારે દોરડે બાંધી ખેંચી લાવવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Weather Change : દેવભૂમિદ્વારકાના માછીમારોને ખરાબ વાતાવરણના કારણે 22 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો - મળતી માહિતી મુજબ ઝાંઝમેર દરિયામાં જે સમયે પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટગાર્ડ ઓવરક્રાફ્ટ પહોંચ્યું હતું. તે સમયે કોઈ ટેકનીકલ ખામી સર્જાતા મધદરિયે ઓવરક્રાફ્ટ બંધ પડી ગયું હતું. જેને લઈને લોકો તળાજાના દરિયાકાંઠે માછીમારો (Ship Capsized off Coast of Bhavnagar) દ્વારા ઓવરક્રાફ્ટને ખેંચવા માટે દોડી આવ્યા હતા. દોરડા વડે ખેચીને ઓવરક્રાફ્ટને ઝાંઝમેરના દરિયાકાંઠે ખેંચી લાવી લાંગરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ દાંઠા પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કાંઠા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details