ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનામાં દાનસંગ મોરીના પત્નીએ જૌહરની ચીમકી ઉચ્ચારી - જૌહરની ચીમકી
ભાવનગરઃ અલંગના ઉદ્યોગપતિ પર થોડા દિવસ પહેલા કાર ઓવરટેક જેવી સામાન્ય બાબત પર હુમલો કરી અને માર મારવાની ઘટના બની હતી. જેમા લૂંટ સહિતના ગુનાઓની ફરિયાદ બાદ પોલીસતંત્ર દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેને લઇ વારંવાર પોલીસ દાનસંગ મોરીના ઘરે જતા હોવાથી દાનસંગ મોરીની પત્ની વિમલબા મોરીએ જૌહરની ચીમકી ઉચ્ચારી છે.
![ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનામાં દાનસંગ મોરીના પત્નીએ જૌહરની ચીમકી ઉચ્ચારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5095559-thumbnail-3x2-bahv.jpg)
ભાવનગરમાં અલંગના ઉદ્યોગપતિઓ પર હુમલાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. તંત્ર પણ આ ઘટનાને ભારે ગંભીરતાથી લઇ કડક કામગીરી હાથ ધરી રહ્યું છે. ઉદ્યોગપતિ પર હુમલા બાદ દાનસંગ મોરી સહિત 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજુ 9 લોકો બાકી છે. જ્યારે આ કેસને લઈ પોલીસ વારંવાર તપાસ માટે દાનસંગ મોરીના ઘરે જતી હોવાથી દાનસંગની પત્ની વિમલબા મોરી દ્વારા પ્રેસ બોલાવામાં આવી હતી. આ ઘટનાને રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ હેરાનગતિ બંધ નહિ કરવામાં આવે અને કરેલા કેસો પરત નહિ ખેંચવામાં આવે તો સરકારને જૌહરની ચીમકી ઉચ્ચારી છે.