ભાવનગરઃસૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે ભાવનગર જિલ્લાનું મહુવા. મહુવા કાશ્મીર એટલા માટે કહેવામાં આવે છે કે મહુવાના શહેરની ફરતે નારીયેળીઓ આવેલી છે. શહેરના કાંઠે વહેતી માલણ નદી અને કાંઠે (Coconut cultivation in Gujarat)બાકી બાજુ નારીયેળીઓ કાશ્મીર જેવો માહોલ ઉભો કરે છે. પરંતુ અફસોસ કે એક વર્ષ પૂર્વે તૌકતે વાવાઝોડામાં નારીયેળીઓ નષ્ટ થઈ ગઈ છે. નારીયેળીઓના ખેડૂતોને (Coconut production in Mahuva )શું લાભ મળ્યો છે ? શું દરિયાઈ કાંઠાવાળા લોકો માટે નારીયેળની ખેતી લાભદાયક છે ? જાણો
મહુવામાં તૌકતે વાવાઝોડામાં નુકશાન કેટલું સૌરાષ્ટ્રના કાશ્મીરની નારીયેળીઓની શું હાલત
ભાવનગર જિલ્લાનું મહુવા એટલે સૌરાષ્ટ્રનુંકાશ્મીર જે નારીયેળીઓથી ઘેરાયેલું છે. પરંતુ તૌકતે વાવાઝોડામાં (Storm in Gujarat )મહુવાની 200 થી વધુ નારીયેળીઓ નષ્ટ થઈ હતી. મહુવાની રોનક નારીયેળીઓથી હોઈ ત્યારે નારીયેળીઓ વાવાઝોડાના(Cyclone Tauktae) પવનના કારણે ધ્વસ્ત થઈ તો કોઈ અધ વચ્ચેથી ભાંગી ગઈ હતી. મહુવામાં છેલ્લા પાંચ વર્ષમાં નારીયેળીઓ જોઈએ તો હેકટરમાં આ પ્રમાણે હતી.
- 2016 - 3586 હેકટરમાં
- 2017 - 3600 હેકટરમાં
- 2018 - 3603 હેકટરમાં
- 2019 - 3605 હેકટરમાં
- 2020 - 3612 હેકટરમાં
- 2021 - 3395 હેકટરમાં
હવે સમજી શકાય છે કે પાંચ વર્ષ પહેલાં નારીયેળીઓ ઓછી હતી. જેમાં થોડા અંશે વધારો થયો પણ તૌકતે વાવાઝોડાથી 217 જેટલી નારીયેળીઓ ધ્વસ્ત થઈ અને 2020 ની સરખામણીએ 2021માં ઓછી થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે