ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cyclone Biparjoy Landfall : ભાવનગરમાં માલઢોરને બચાવવા જતા પિતા-પુત્રનું થયું મોત, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા - ભાવનગરમાં માલઢોરને બચાવવા જતા પિતા પુત્ર તણાયા

બિપરજોય વાવાઝોડાના પગલે શહેર અને જિલ્લામાં જાનહાની વરસાદના કારણે થવા પામી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરના બેહાલ થયા તો બે લોકો તણાઈ જતા મૃત્યુ નીપજ્યા છે. દેવીપૂજક પિતા પુત્રના તણાઈને ડૂબી જવાથી મૃત્યુ થયા તો 22 પશુના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે જ શહેરમાં મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે

Cyclone Biparjoy : ભાવનગરમાં માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા, નળીયા-પતરા ઉડ્યા, રસ્તાઓ નદીમાં ફેરવાયા
Cyclone Biparjoy : ભાવનગરમાં માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા, નળીયા-પતરા ઉડ્યા, રસ્તાઓ નદીમાં ફેરવાયા

By

Published : Jun 15, 2023, 10:23 PM IST

Updated : Jun 15, 2023, 10:45 PM IST

ભાવનગરમાં માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા

ભાવનગર : બિપરજોય વાવાઝોડું જમીને ટકરાયા એ પહેલા ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયા વરસાદ વચ્ચે બપોર બાદ ભારે વરસાદ વરસતા બેના મૃત્યુ અને પશુઓના મૃત્યુ થવાના પણ બનાવો બન્યા છે. જ્યારે બીજી તરફ ભાવનગર શહેરમાં દરેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે જિલ્લામાં નળીયા અને પતરાઓ ઉડવાની પણ ઘટનાઓ ઘટી હતી. આમ જોઈએ તો ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પરિસ્થિતિ વિકટ રૂપ રહી હતી.

વરસાદ વરસતા નુકશાન :ભાવનગર શહેર અને જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને કારણે બપોર બાદ આવેલા પવન સાથેના ભારે વરસાદને કારણે કંટાળા, ઊંચા કોટડા સહિત અન્ય ગામોમાં પતરાવાળા અને નળિયાવાળા મકાનોમાં ભારે નુકસાની થઈ હતી. પવનના કારણે નળીયા અને પતરાઓ ઉડી જવાના બનાવો બન્યા હતા. જ્યારે નદી નાળાઓમાં પાણી બે કાંઠે વહેતા થયા હતા. ભાવનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મોતી તળાવ, કુંભારવાડા, સ્ટેશન રોડ વગેરે જગ્યાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ લાઇન ચોકઅપ થવાને કારણે પાછા આવતા પાણીને પગલે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા.

માનવ-પશુના મૃત્યુ :વાવાઝોડાના કારણે ભાવનગર જિલ્લામાં વરસાદથી નદી નાળાઓમાં પાણી વહેતા થયા હતા. ત્યારે સિહોર તાલુકાના ભંડાર અને વડોદરા ગામ વચ્ચે દશરથભાઈના ફાર્મ નજીક આવેલા નાળામાં બકરા અને ઘેટાંઓ ફસાઈ જતા તેને બચાવવા માટે રામજીભાઈ મેઘાભાઈ પરમાર 55 વર્ષીય અને તેમનો પુત્ર રાકેશભાઈ રામભાઈ પરમાર 22 વર્ષીય સોડવદરા ગામના બંને રહેવાસી નાળામાં પડ્યા હતા. જો કે બંને તણાઈ જવાથી મૃત્યુ નીપજ્યા છે. સ્થાનિકો દ્વારા તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે તેમની સાથે 22 જેટલા ઘેટા બકરાઓના પણ મૃત્યુ નીપજયા હોવાનું ડિઝાસ્ટર મામલતદાર એસ.એન. વાળાએ જણાવ્યું હતું.

ક્યાં કેટલો વરસાદ વરસ્યો :ભાવનગર જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાનું શરૂ રહ્યું હતું, ત્યારે જિલ્લામાં આવેલા દસ તાલુકામાં વરસેલા વરસાદને લઈને 15 જૂનના રોજ પરિસ્થિતિ જોવામાં આવે તો વલભીપુર 6MM, ઉમરાળા 0, ભાવનગર 45 MM, સિહોર 17 MM, ગારીયાધાર 15 MM, પાલીતાણા 18 MM, તળાજા 5 MM, મહુવા 6 MM અને જેસર 8 MM મળીને કુલ સમગ્ર જિલ્લાનો 14 MM જેટલો વરસાદ નોંધાયો છે. જોકે વરસાદને પગલે અનેક નદી નાળાઓમાં અને તળાવમાં નવા નીર આવ્યા છે.

  1. Gujarat Cyclone Biparjoy Landfall : વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થતાં જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો
  2. Cyclone Biparjoy : અમદાવાદના બાળકોનો માનવતાનો મહાયજ્ઞ, અસરગ્રસ્ત લોકો માટે ભોજન કપડાં સહિતની કીટ મોકલી કચ્છ
  3. Cyclone Biparjoy : સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી, ડુમસ અને સુવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત
Last Updated : Jun 15, 2023, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details