સરકારે ન કીધું પણ કંપનીએ નિર્ણય લીધો ભાવનગર : ભાવનગરના ઘોઘાથી સુરત ચાલતી રો રો ફેરી સર્વિસને લઈને સરકારને કશું પડી નથી. રામ રાજ્યમાં પ્રજા સુખી જેવા ઘાટ વચ્ચે વાવાઝોડાની આગાહી અને દરિયામાં કરંટ છતાં રો રો ફેરી સર્વિસ ચાલી રહી રહી છે. જો કે ઈટીવી ભારત દ્વારા સમાચાર પ્રસિદ્ધ થયાં બાદ ફેરી સર્વિસ ચલાવતી કંપની ઇન્ડિગો સી દ્વારા ફેરી સર્વિસને બે દિવસ બંધ રાખવાનું સામેથી જણાવી દીધું છે. નવાઈની વાત એ છે કે સરકારે માછીમારોને રોક્યા પણ રો રો રોકવામાં કેમ પાછળ છે તે પ્રશ્ન છે.
રો રો ફેરી સર્વિસની કંપની જાગી : બિપરજોય વાવાઝોડા પગલે માછીમારોને દરિયામાં જતા રોકતી સરકારે કઈ રીતે રો રો ફેરી સર્વિસને રોકવામાં ભૂલ પડી તેને લઈને ઈટીવી ભારતે તંત્રના કાન આમળતાં અચાનક રો રો ફેરી સર્વિસની કંપની જાગી ગઈ હતી. બે દિવસ રો રો સામેથી બંધ રાખવાનો નિર્ણય સામે ચાલીને કર્યો છે. જો કે હજુ સરકારની આંખો ઉઘડી નથી.
રો રો ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય રો રો ફેરી સર્વિસ કંપની દ્વારા લેવામાં આવ્યો છે. કંપનીએ તારીખ 11 અને 12 એમ બે દિવસ ફેરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે તારીખ 9 અને 10 ચાલુ છે. 13 તારીખે ચાલુ રાખવી કે તે પછી નક્કી થઇ શકે છે. રાકેશ મિશ્રા(ભાવનગર બંદરના પોર્ટ અધિકારી)
રામ રાજ્યમાં પ્રજા સુખી જેવો ઘાટ :બિપરજોય વાવાઝોડાના પગલે સરકારે દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવી લીધા છે. પરંતુ હજાર લોકોને લઈને જતી ઘોઘા રો રો ફેરી સર્વિસને સરકાર બંધ કરવાનું કહેતાં ભૂલી ગઈ હોય તેમ લાગે છે. રો રો ફેરીને લઈ ઈટીવી ભારતે 8 જૂને ભાવનગરથી અને 9 તારીખે સુરતથી પણ સમાચાર પ્રસિદ્ધ કરીને ટકોર કરી હતી કે રો રો ફેરી સર્વિસ પ્રવાસીઓના જીવના જોખમે કેમ ચાલુ છે ? પરંતુ સરકારે છતાં હજુ રો રો ફેરીને કોઈ પરિપત્ર આપ્યો નથી કે બંધ કરો તેમ કહ્યું નથી.
રો રો ફેરી બે દિવસ ક્યારે : રો રો ફેરી સર્વિસ ત્રણ ટાઈમ ચાલે છે. ત્યારે ભાવનગર સુરતને ટૂંકા માર્ગે પરિવહન તેમજ મુસાફરી માટે ચાલી રહી છે. બિપરજોય વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ છે. હવામાનમાં બદલાવ સાથે વાદળો ધસી આવ્યાં હોવા છતાં ફેરી સર્વિસ 9 તારીખના રોજ યથાવત રહી હતી. 10 તારીખના રોજ પણ ફેરી સર્વિસ ચાલુ રહેવાની છે.
- Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાનાં સંકટ વચ્ચે રો-રો કેમ ચાલુ?
- Cyclone Biparjoy Update: બિપરજોય વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લા તંત્ર સજ્જ, રો-રો ફેરી, અલંગ અને માછીમારોની સ્થિતિ પણ સતત નજર
- Monsoon Update: શું 'બિપરજોય' વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે, ચોમાસું તમારા સ્થાને ક્યારે પહોંચશે, જાણો