ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર રેન્જ IG આશોક કુમાર યાદવની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ - Government of Gujarat Home Department

બોટાદ જિલ્લા ખાતે નવા તાલીમાર્થીઓ અને લો ફેક્લ્ટીની પસંદગી પ્રક્રિયા અને ભાવનગર વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ભાવનગર રેનઝ IG આશોક કુમાર યાદવની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી
ભાવનગર રેનઝ IG આશોક કુમાર યાદવની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી

By

Published : Oct 17, 2020, 10:56 PM IST

  • રેન્જ આઇજીની અધ્યક્ષતામાં ક્રાઇમ કૉન્ફરન્સ યોજાઇ
  • મહાનિરીક્ષકની અઘ્યક્ષતામાં પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરાઇ
  • જિલ્લાઓમાં થયેલી કામગીરી અંગે સમીક્ષા કરાઇ

બોટાદઃ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની હાજરીમાં રેન્જ વિભાગની ક્રાઇમ કૉન્ફરન્સ યોજાઇ હતી. જેમાં અશોક કુમાર, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગની અઘ્યક્ષતામાં બોટાદ જિલ્લા ખાતે નવા તાલીમાર્થીઓ લૉ ફેક્લ્ટીની પસંદગી પ્રક્રિયા અંતર્ગત ભાવનગર વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

3 મુખ્યમથકના જવાનો મેળવી રહ્યા છે તાલીમ

ભાવનગર વિભાગ હેઠળ આવેલા ત્રણેય જિલ્લાના મુખ્યમથક ખાતે સરકાર દ્વારા ભરતી થયેલા પોલીસના તાલીમાંર્થી જવાનો તાલીમ મેળવી રહ્યા છે. આ તાલીમાર્થીએાને કાયદાનું સંપૂર્ણ જ્ઞાન મળી રહે અને ત્રણેય જિલ્લાએામાં લો ફેકલ્ટીની જગ્યાને આઉટ સોર્સથી ભરવા ઈચ્છુક ઉમેદવારોની પસંદગી માટે નાયબ પોલીસ મહાનિરીક્ષકની અઘ્યક્ષતામાં પસંદગી પ્રક્રિયા યોજવામાં આવી છે.

ભાવનગર રેનઝ IG આશોક કુમાર યાદવની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી

આ વિભાગ હેઠળના બોટાદ અને ભાવનગર જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થઇ હતી. ચૂંટણી લક્ષી તમામ હકીકતો એવી છે કે, FST, SST, ચેક પોસ્ટ, બંદોબસ્ત પ્લાન, વર્નેબલ પોલીંગ બુથ, પેટા ચૂ્ંટણી દરમિયાન પોલીસ જવાનોની સુરક્ષા જેવી તમામ વિગતોથી વાકેફ થયા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે સમીક્ષા કરવામાં આવી

ભાવનગર વિભાગ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા બાયો ડિઝલના વેપારીઓ પર રેડ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને આ પ્રકારની ગુનાહિત કામગીરી કરતા શખ્સને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લામાં NDPSના કરવામાં આવેલા કેસની સમીક્ષા કરવામાં આવી હતી. સાથો-સાથ PIT NDPSની કરવામાં આવતી દરખાસ્તોની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને જિલ્લામાં કરવામાં આવેલા NDPSના કેસોમાં જપ્ત કરેલો મુદ્દામાલના નિકાલની સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના ગૃહ વિભાગના 14/9/2020ના કાયદામાં સુધારાઓ કરાવામાં આવ્યા હતા. ત્યારબાદ વિભાગ હેઠળના જિલ્લાઓમાં કરેલા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના અસામાજિક તત્વો પર પાસા દરખાસ્તો મૂકવા સારૂ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમાં ભાવનગર વિભાગ હેઠળનાં જિલ્લામાં હાલમાં કોરોનાની સ્થિતીની માહિતી મેળવવામાં આવી હતી. હાલમાં ચાલુ કન્ટેનમેન્ટ બંદોબસ્ત અને આગામી સમયમાં નવા બનનારા કન્ટેનમેન્ટમાં જરૂરી બંદોબસ્તનું આયોજન જેવા વિષયો પર ચર્ચા કરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details