ભાવનગર:ભાવનગરમાં ડમીકાંડને પગલે યુવરાજસિંહ જાડેજા અને ડમીકાંડના આરોપીઓ પણ પોલીસના સકંજામાં છે. આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે વ્યકતિ કૌભાંડ ઉજાગર કરવાનો દાવો કરતો હતો તે આજે આરોપી બની ગયો છું. ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલ ભાવનગરના જન્મદિવસ અને જૈન સમાજના વર્ષીતપના પારણાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને પૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પણ આ પ્રસંગે હાજરી આપી હતી.
'ડમીકાંડને પગલે યુવરાજસિંહ જાડેજા પાસે કેટલીક માહિતી ડમી ઉમેદવારીની આવતી હતી તેવી જ રીતે પોલીસ પાસે પણ માહિતીઓ આવતી હોય છે. કૌભાંડ ખોલનાર આજે પોતે આરોપી બન્યો છે. યુવરાજસિંહ સામે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે. કેટલાક નેતાઓના નામ લીધા બાદ તેના આધાર અને પુરાવા તેઓ પોલીસને આપી શક્યા નથી. તેને પૂછપરછમાં તેનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેનો મતલબ સાફ છે કે તેની પાસે કોઈ આધાર પુરાવા નથી. પોલીસ તપાસ કરી રહી છે અને આગળ જે કાર્યવાહી થશે હશે તે કરશે.' -સીઆર પાટીલ, પ્રદેશ અધ્યક્ષ, ભાજપ
યુવરાજસિંહ જાડેજાને મોટા નેતાઓ પર લગાવ્યા હતા આરોપ: ભાવનગર ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજાને પૂછપરછમાં લઈ જવામાં આવ્યા તેની પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડમાં પાંચ નેતાઓના નામ લીધા હતા. જેમાં જીતુ વાઘાણી, અસિત વોરા અવિનાશ પટેલ, અવધેશ પટેલ અને જશું ભીલનો ઉલ્લેખ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં લીધેલા દરેક નામો પોલીસને પૂછપરછ દરમ્યાન યુવરાજસિંહ જાડેજાએ નહીં જણાવ્યા હોવાનું આઈજી ગૌતમ પરમાર એક યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.