ગુજરાત

gujarat

ETV Bharat / state

COVID-19 Vaccines for Children 2022 : ભાવનગર જિલ્લામાં આશરે 1.5 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે - VACCINATED-IN-GUJARAT

ભાવનગર શહેરમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પંદર વર્ષ ઉપરના બાળકોને કોરોના રસીકરણ આપવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાએ 39 હજાર બાળકો (COVID-19 Vaccines for Children 2022 ) નિશ્ચિત કર્યા છે. હેરમાં 28 સ્થળો પર હાલમાં પ્રથમ દિવસે 15 વર્ષ ઉપરના બાળકોને રસીકરણ(Vaccination of children in Bhavnagar) કરવામાં આવશે. જિલ્લામાં પણ 1 લાખ કરતા વધુ બાળકોને રસીકરણ કરવામાં આવશે.

COVID-19 Vaccines for Children 2022 : ભાવનગર જિલ્લામાં આશરે 1.5 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે
COVID-19 Vaccines for Children 2022 : ભાવનગર જિલ્લામાં આશરે 1.5 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે

By

Published : Jan 3, 2022, 2:13 PM IST

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં 15 વર્ષ ઉપરના બાળકો ઉપર રસીકરણનો પ્રારંભકો(COVID-19 Vaccines for Children 2022 ) કરવામાં આવ્યો છે. શહેરમાં 39 હજાર બાળકો અને જિલ્લામાં 1,00,427 લાખ બાળકોનેરસીકરણ (Vaccination of children in Bhavnagar) માટે નોંધવામાં આવ્યા છે. શહેરમાં 7704 બાળકોને રસીકરણ અને જિલ્લામાં 40 હજાર બાળકોને આપવા માટે આયોજન હાલ કરવામાં આવ્યું છે.

શહેરમાં રસીકરણનો પ્રારંભ

શહેરમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પંદર વર્ષ ઉપરના બાળકોને રસી(vaccination for 15 to 18 year of age group )આપવામાં આવી રહી છે. શહેરમાં મહાનગરપાલિકાએ 39 હજાર બાળકો નિશ્ચિત કર્યા છે. મેયરની ઉપસ્થિતિમાં ભાવનગરની ક્રાઈસ્ટ શાળામાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં પણ 1 લાખ કરતા વધુ બાળકોને રસીકરણ કરવામાં આવશે. જોઈએ વિગતથી

બાળકોને વેકસીનેશન

ભાવનગર શહેરમાં રસીકરણ મેયરની ઉપસ્થિતિમાં કરાયું

ભાવનગર મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal Corporation)શહેરમાં 39 હજાર જેટલા બાળકોને ટાર્ગેટ કર્યા છે. શહેરમાં 28 સ્થળો પર હાલમાં પ્રથમ દિવસે 15 વર્ષ ઉપરના બાળકોને રસીકરણ કરવામાં આવશે. ભાવનગરની ખાનગી ક્રાઈસ્ટ શાળામાં મેયર કીર્તિબેન દાણીધરીયા અને આરોગ્ય અધિકારી સહિતની ટીમની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્યથી અને વિદ્યાર્થીનીઓ બંનેએ કોરોના રસી લીધી હતી. મેયર કીર્તિબેને જણાવ્યું હતું કે વહેલી તકે રસીકરણ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે. 39 હજાર જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવનાર છે જો કે હાલમાં 7704 બાળકોને રસીકરણ નિશ્ચિત 28 સેન્ટર પર આપવામાં આવશે. જો કે સંમતિપત્રક વાલીના લેવા મુદ્દે ઓફલાઇન અધિકારીએ હવે તેની જરૂર નથી તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃGujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 968 જેટલા કોરોનાના કેસ

જિલ્લામાં કેટલા બાળકો અને કેવી થઈ વ્યવસ્થા રસીકરણ માટે

ભાવનગર શહેર અને જિલ્લામાં બાળકોની સંખ્યા અંદાજે દોઢ લાખ આસપાસ હાલ આરોગ્ય વિભાગે નિશ્ચિત કરેલા આંકડા પરથી સામે આવી રહી છે શહેરમાં 39 હજાર તો જિલ્લામાં 1,00,427 બાળકો સામે આવ્યા છે. શહેર બાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારી તાવીયાડ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લામાં 1 લાખ 427 બાળકો હાલ નોંધવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 285 સેન્ટર ઉપર આશરે 40 હજાર બાળકોને રસી આપવાની તૈયારી કરવામાં આવી છે. જિલ્લામાં વાલીની સંમતિ લઈને કોરોના રસી આપવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ જિલ્લામાં મોનીટરીંગ પણ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃChild vaccination Gujarat : દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details