ગુજરાત

gujarat

ETV Bharat / state

Botad District Court: માનસિક અસ્થિર સ્ત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી - બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે

માનસિક રીતે અસ્થિર સ્ત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.આરોપી વિરુધ્ધ તપાસ હાથ ધરી અને પૂછપરછ કરી ગુન્હા બાબતે માહિતી મેળવી અને બોટાદ કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતી.

Botad District Court: માનસિક અસ્થિર સ્ત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Botad District Court: માનસિક અસ્થિર સ્ત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

By

Published : Mar 2, 2023, 11:58 AM IST

બોટાદ:કોર્ટે માનસિક અસ્થિર સ્ત્રીના અપહરણ અને દુષ્કર્મ કરનાર આરોપીને સજા ફટકારી છે.જેમાં બોટાદ ડિસ્ટ્રિકટ કોર્ટએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તારીખ 1 માર્ચ 2023 ને બુધવારના રોજ બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચાલી રહેલ કેસનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આવા ચૂકાદાથી કુકર્મ કેસમાં આકરી સજાનો દાખલો બેસી ગયો છે.

અપહરણ કરી લઇ ગયેલ:જેમાં બોટાદ જિલ્લાના એક ગામમાં પોતાના માસીના ઘેર માનસિક રીતે અસ્થિર સ્ત્રી રહેતી હતી. આ માનસિક અસ્થિર સ્ત્રી આરોપી ધિરજલાલ મોહનદાસ અમરેલી વાળાએ રસ્તામાં ગામની બહાર મળેલ અને લલચાવી, ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. તેમજ જુદા જુદા ગામોમાં છ દિવસ સુધી પોતાના કબ્જામાં રાખી હતી. દુષ્કર્મ કરી ગુનો આચર્યો હતો. જે અંગેની ફરિયાદ ભોગ બનનારના સગાએ આરોપી સામે બોટાદ જિલ્લાના પોલિસ સ્ટેશનમાં આપેલ હતી.

આ પણ વાંચો Botad murder case: બોટાદ હત્યાના 6 આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

સંબંધીની ફરિયાદ:બોટાદ પોલીસે ભોગ બનનારના સંબંધીની ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી. માનસિક અસ્થિર સ્ત્રીનું અપહરણ કરી અને અલગ અલગ જગ્યાએ 6 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ ગુજારનાર આરોપી ધરપકડ કરી હતી. આરોપી વિરુધ્ધ તપાસ હાથ ધરી અને પૂછપરછ કરી ગુન્હા બાબતે માહિતી મેળવી અને બોટાદ કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતી.

આ પણ વાંચો Botad Crime: બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

નાગરિકોમાં પણ ખુશી:કુલ 21 જેટલા દસ્તાવેજો રજુ કરવામાં આવેલ હતા. આ ગુન્હા મામલે અલગ અલગ 25 જેટલા સાક્ષીઓને કોર્ટ દ્વારા તપાસવમાં આવેલ હતા.આ કામમાં બોટાદ જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર, સચોટ, અસરકારક દલીલો ને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી. આજીવન કેદની સજા અને રુ.10000 (દસ હજાર) નો દંડ કરેલ છે. તેમજ ભોગબનનારને સરકારના નિયમાનુસાર મળવા પાત્ર યોગ્ય વળતર ચુકવવાનો પણ હુકમ કરવામાં આવેલ છે. જેને લઈ ભોગ બનનાર મંદબુદ્ધિ સ્ત્રીના પરિવારજનો એ કોર્ટની કાર્યવાહી અંગે ખુશી વ્યક્ત કરી હતી. યોગ્ય ન્યાય મળ્યાનો અનુભવ કર્યો હતો. જ્યારે નરાધમ આરોપીને કડક સજા કરી ઉદાહરણ રૂપી સજા ફટકારી હોવાનું નાગરિકોમાં પણ ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details