- મહુવામાં કોરોના વોરિયર્સને અપાઇ કોરોના રસી
- 465 કર્મચારીઓને રસી અપાઇ
- મહુવા જનરલ હોસ્પિટલમાં આપવામાં આવી રસી
મહુવા : જિલ્લામાં રસીકરણના બીજી તબક્કામાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. મહુવા પોલીસ સ્ટાફ તેમજ જી.આર. ડી. અને અને મહુવા નગરપાલિકાના સ્ટાફ રેવેન્યુ અને મહેસુલ વિભાગના કર્મચારીઓને વેકસિન આપવામાં આવી હતી.તમામ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ મળી કુલ 465 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.
કુલ 465 કર્મચારીઓને રસી અપાઇ
મહુવા જનરલ હોસ્પિટલમાં કોવિડ 19 અંતર્ગત રક્ષણ માટે વેક્સિન આપવામાં આવી હતી. જેમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઈન કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ અને ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ સહિત મહેસુલ અને રેવન્યુના કર્મચારીઓને લઇ કુલ 465 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.
રસી આપ્યા બાદ કોઇ આડઅસર જોવા મળી ન હતી