ભાવનગરઃ શહેરમાં કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નથી અને લોકડાઉનને પગલે શંકાસ્પદ કેસો પણ નહિવત સમાન છે. જો કે શંકાસ્પદ કેસોના રિપોર્ટ એક પછી એક નેગેટિવ આવતા તંત્રને રાહત છે પણ છતાં તંત્રએ શિક્ષકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાવનગરમાં શિક્ષિકો હાલ સર્વેની કામગીરી કરી રહ્યા છે.
કોરોના વાઈરસઃ શહેરમાં શિક્ષકો કરશે કોરોનાનો સર્વે - ચૂંટણી
ભાવનગર શહેરમાં શિક્ષકોને ઘરે ઘરે સર્વે કરવા કામગીરી સોંપવામાં આવી છે. રાષ્ટ્રહિતની કામગીરીમાં હંમેશા આગળ રહેલા શિક્ષકો ઘરે ઘરે માહિતી મેળવી ટેકો એપ્લિકેશનમાં ઓનલાઈન અપલોડ કરી રહ્યા છે. સર્વે ટૂંક સમયમાં પૂર્ણ થતાં સરકાર પાસે શહેરનો ચિતાર આવી જશે અને કોરોના સામે લડવામાં સફળતા મળશે.
રાષ્ટ્રહિતની કોઈ પણ કામગીરીમાં હંમેશા શિક્ષકો આગળ રહ્યા છે પછી કોરોનાની મહામારી હોઈ કે રાષ્ટ્રમાં ચૂંટણી કે વસ્તી ગણતરી જેવી કામગીરી પણ શિક્ષકો હંમેશા શિક્ષણ સાથે રાષ્ટ્રનું કાર્યા કરતા આવ્યા છે. ભાવનગરમાં સરકારના આદેશ બાદ તંત્રએ શિક્ષકોને સમગ્ર શહેર અને જિલ્લામાં શિક્ષકોને સર્વેની કામગીરી સોંપી છે.
શિક્ષકો ઘરે ઘરે ગયા બાદ હવે ફોનથી બાકી રહેલા લોકોની વિગત મેળવી રહ્યા છે. શિક્ષકો માહિતી મેળવીને ઓનલાઈન ટેકો એપ્લિકેશનમાં અપલોડ કરી રહ્યા છે. શિક્ષકો શાળા કાર્ય બાદનું પોતાનું કામ કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ટેકો એપ્લિકેશનમાં ઘરે ઘરની માહિતી બાદ સરકાર અને તંત્રને કોરોનાનો ચિતાર સામે આવી જશે અને લોકડાઉન સમયે તંત્રને સરકાર પગલાં ભરીને કોરોનાને માત આપી શકશે.