ભાવનગર: ભારતની જૂની વેદોની પરંપરા આજે ભારત નહિ વિશ્વને પણ બચાવી શકે છે, કારણ કે યજ્ઞથી ગમે તેવી મહામારીનો રોકી શકાય છે. ત્યારે ઓમીક્રોનની (Omicron Veriant) શક્યતા વચ્ચે આપણી ભાવિ પેઢી એટલે નાના બાળકોને બચાવવા માટે શાળા કોલેજોમાં યજ્ઞશાળાઓ પહેલાના ગુરુકુલની જેમ શરૂ કરવાની માંગ યજ્ઞ થેરાપીસ્ટએ કરી છે.
શાળાઓમાં વૈદિક પધ્ધતિ યજ્ઞ શાળા શા માટે
વૈશ્વિક મહામારી (Corona Epidemic) કોરોના વાયરસનું (Corona virus Case In India) હવે નવું સ્વરૂપ દુનિયામાં ઓમિક્રોનનો ખતરો મંડળાઇ રહ્યો છે, ત્યારે સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવાની શક્તિ ધરાવતી વિશ્વની એક માત્ર પ્રાચીન વૈદિક પદ્ધતિ "યજ્ઞ" છે. આ પદ્ધતિથી હવનના ધૂમ્ર દ્વારા સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવાની સાથે મનુષ્ય સહિતની ઇમ્યુનીટીમાં પણ વધારો કરે છે.
જાણો યજ્ઞથી શું ફાયદો થાય
યજ્ઞમાં ચોક્કસ પ્રકારના દ્રવ્યો સમિધા, વૈજ્ઞાનિક સામગ્રી, ગાયના ઘી સાથે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ કરવાથી આજુ બાજુના 1 કિમીના વિસ્તારમાં 10-15 દિવસ સુધી તેની અસર રહે છે. વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતા વાયુ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ એક ચોક્કસ પ્રકારનું અભેદ કવચ જેવું આવરણ બનાવે છે, જે ઝેરી અને નુકસાનકારક વાયરસો સહિત વાયુઓને નષ્ટ કરે છે. આ સાથે શ્વાસો-શ્વાસમાં જવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમ યજ્ઞ થેરાપીસ્ટ ડો ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું.
કોઈ પ્રકારની મહામારી અને અન્ય વાયરસ સામે રક્ષણ
આવનારા વાયરસના આક્રમણને ઝડપથી ખાળવા માટે શાળા -કોલેજો અને જાહેર સ્થળો પર તાકીદે યજ્ઞ શાળાઓનું નિર્માણ થાય તે જરૂરી છે. આ યજ્ઞ શાળાઓ ખુબજ ઓછા ખર્ચમાં અને નાની જગ્યામાં બની શકે છે તેમજ આ માટેના વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞની પદ્ધતિ પણ ખૂબ સરળ અને ઓછા સમયમાં થઈ શકે તેવી છે. યજ્ઞમાં ઉપયોગમાં લેવાતા દ્રવ્યોનો ખર્ચ પણ અન્ય ખર્ચ સામે નહિવત રહે છે, અઠવાડિક આ વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ કરવાથી સમગ્ર વાતાવરણ નીશુદ્ધિ સાથે લોકોના આરોગ્ય સુધરશે તે નિશ્ચિત છે. અન્ય વિસ્તારોકે બજારોમાં વ્યાપક યજ્ઞ યાત્રાના આયોજનો થવા જરૂરી છે. આ માટે યજ્ઞ કુંડ નિશુલ્ક ફાળવવામાં આવશે.