ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona vaccination in Bhavnagar: ભાવનગરમાં બીજા ડોઝને 100 ટકા થવામાં હજુ 6 ટકા બાકી ત્યાં 15 વર્ષ ઉપરના રસીકરણનો પડકાર - ભાવનગર મહાનગરપાલિકા

ભાવનગરમાં કોરોના રસીકરણમાં(Corona vaccination in Bhavnagar ) પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝનું રસીકરણ 100 ટકા થવામાં વિલંબ થઈ રહ્યો છે.ત્યારે ભાવનગરમાં બીજા ડોઝમાં હજુ 6 ટકા વેકસીનેશન બાકી( second dose still has 6 percent vaccination left) છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે પંદર વર્ષ ઉપરના લોકો માટે રસીકરણ ( challenge of vaccination over 15 years)શરૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ( Bhavnagar Municipal Corporation)હજુ બિઝા ડોઝનું સંપૂર્ણ રસીકરણ કરી શકી નથી ત્યારે મહાનગરપાલિકા હવે બીજા ડોઝ માટે કમરકસી છે.

ભાવનગરમાં બીજા ડોઝને 100 ટકા થવામાં હજુ 6 ટકા બાકી ત્યાં 15 વર્ષ ઉપરના રસીકરણનો પડકાર
ભાવનગરમાં બીજા ડોઝને 100 ટકા થવામાં હજુ 6 ટકા બાકી ત્યાં 15 વર્ષ ઉપરના રસીકરણનો પડકાર

By

Published : Dec 27, 2021, 5:12 PM IST

ભાવનગર: શહેરમાં પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝનું રસીકરણ 100 ટકા થવામાં વિલંબ થઈ રહ્યો છે. લોકોમાં જાગૃતિ પ્રથમ ડિઝ જેવી નથી ત્યારે નક્કી કરેલા લોકોના ટાર્ગેટ કરતા વધુ લોકો રસીકરણ(Corona vaccination in Bhavnagar ) કરાવી રહ્યા છે. બીજા ડોઝમાં હજુ 6 ટકા વેકસીનેશન બાકી છે ત્યાં 15 વર્ષ ઉપરના વેકસીનેશનનો પડકાર ( challenge of vaccination over 15 years)આવ્યો છે તેવામાં શુ લોકોને મહાનગરપાલિકા( Bhavnagar Municipal Corporation)સમજાવી શકશે બાળકોના વેકસીનેશન માટે ?તેવા અનેક સવાલો ઉભા થાય છે પરંતુ હાલ મહાનગરપાલિકા બીજા ડોઝને સો ટકા કરવા કમરકસી રહી છે.

ભાવનગર આરોગ્ય કેન્દ્ર

મહાનગરપાલિકા હવે બીજા ડોઝ માટે કમરકસી

ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝ 100 ટકા પૂર્ણ થયા બાદ ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે પંદર વર્ષ ઉપરના લોકો માટે રસીકરણ શરૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાહજુ બિઝા ડોઝનું સંપૂર્ણ રસીકરણ(Corona vaccination in Bhavnagar ) કરી શકી નથી ત્યારે મહાનગરપાલિકા હવે બીજા ડોઝ માટે કમરકસી છે.

રસીકરણના પ્રથમ અને બીજા ડોઝનું અને કેટલું બાકી

શહેરમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પ્રથમ ડોઝ અને બીજા ડોઝના આંકડા પ્રમાણે જોઈએ તો ભાવનગરમાં મહાનગરપાલિકા ( Bhavnagar Municipal Corporation)પ્રથમ ડોઝમાં 44 વર્ષ ઉપર 100 ટકા રસીકરણ થયું છે. જેમાં 106.52 ટકા રસીકરણ થયું છે. 47,2,511 લોકોએ રસીકરણ કરાવ્યું છે. જ્યારે બીજા ડોઝમાં 94.09 ટકા રસીકરણ થયું છે. જેમાં 417400 લોકોએ વેકસીન લીધી છે. બીજા ડોઝમાં સો ટકા રસીકરણ પૂર્ણ કરવામાં ખાસો સમય લાગ્યો છે. આરોગ્ય અધિકારી આર કે સિંહાએ જણાવ્યું હતું કે મેગા રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો છે તો આરોગ્ય સ્ટાફ પણ બાકી લોકોને શોધીને રસીકરણ કરી રહી છે.

લોકોમાં કેટલી બીજા ડોઝમાં જાગૃતિ

ભાવનગર મહાનગરપાલિકા પોતાના 13 પીએચસી સેન્ટર ઉપર રસીકરણ કરી રહી છે. એક દિવસમાં 18 વર્ષ ઉપરના દરેક લોકોને રોજના આશરે 1,073 કે તેનાથી વધુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે મહાનગરપાલિકાએ નક્કી કરેલા ટાર્ગેટ કરતા વધુ લોકો આવતા પ્રથમ ડોઝમાં ટકાવારી વધી છે જ્યારે બીજા ડોઝમાં ઘણા સમયથી સો ટકા રસીકરણ પૂર્ણ થઈ રહ્યું નથી. હાલમાં બીજા ડોઝમાં રોજનું રસીકરણ જોઈએ તો આશરે 922 લોકો 18 વર્ષ ઉપરના દરેક લોકો કરાવી રહ્યા છે. મહાનગરપાલિકા બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરી ચુકી નથી ત્યાં ત્રીજી લહેરની શક્યતના પગલે કેન્દ્ર સરકારે 3 જાન્યુઆરીથી 15 વર્ષ ઉપરના લોકોનું રસીકરણ કરવા લીલી ઝંડી આપી છે તેવામાં મહાનગરપાલિકા બીજા ડોઝ બાદ 15 વર્ષ ઉપર રસીકરણ ઝડપથી કરી શકશે ખરા ? કારણ કે બુસ્ટર ડોઝની પણ પડાપડી આવનાર મહિનાઓમાં થાય તો નવાઈ નહિ.

આ પણ વાંચોઃMurder Case in Ahmedabad : ઘર કંકાશમાં તાવીજના દોરાથી ગળું દબાવી પત્નીની કરી હત્યા, પતિની કરાઈ ધરપકડ

આ પણ વાંચોઃRadar Race in Himalayas: ભારત ચીન વચ્ચે હિમાલયમાં રડાર રેસ

ABOUT THE AUTHOR

...view details