ભાવનગર:દેશમાં કોરોનાની લહેર આગામી 40 દિવસ એટલે જાન્યુઆરી અંત સુધીમાં પિક પકડી શકે (omicron bf 7 in india) છે. ભાવનગર શહેરમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકારી તંત્ર સિવાય ખાનગી ડોકટરો (Medical Association ready against Corona) અને આયુર્વેદના ડોકટરો પણ કામે લાગ્યા (Ayurveda Association ready against Corona) છે. ભારતે ભાવનગરમાં કેવી તૈયારીઓ છે તેને લઈને ETV BHARAT એ ત્રણેય એસોસિયેશન સાથે વાતચીત કરી પરિસ્થિતિથી વાકેફ થયા (Chemist Association ready against Corona) હતા.
કેમિસ્ટ એસોસિયેશનની તૈયારી:ભાવનગર શહેરમાં બીજી લહેરમાં દવાઓ,ઓક્સિજન મીટર,કન્સ્ટ્રેટેટર અને માસ્ક જેવી ઊભી થયેલી ઉણપને ધ્યાને લઇ આગામી દિવસોની લહેરની ચેતવણી પગલે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ભાવનગર કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રદીપભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અમને જે માહિતી મળે છે અને દેશ વિદેશમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લઈને અમે તૈયારીઓ કરી છે. હાલમાં અમારા મતે એકથી બે ટકા કોરોનાની અસર જોવા મળી રહી છે. આપણા સમાજને સ્વયંભૂ સુધરવાની જરૂરિયાત છે કે ડિસ્ટન્સ રાખે અને માસ્ક પહેરે કારણ કે લોકડાઉન થવાનું નથી. બીજી તરફ જે દવાઓની માંગ વધી છે તેમાં પેરાસીટેમલ,વિટામિન સી અને એજીટ્રોમાઈસીન દવાઓની માંગ વધી રહી છે. પરંતુ લોકોને અપીલ છે કે સંગ્રહ ના કરે કારણ કે આ વર્ષે તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચોસ્વામી સચ્ચિદાનંદે પણ હીરા બાને આપી શ્રદ્ધાંજલિ, હીરાબા જીવ્યા આદર્શ જીવન