ચીનથી આવેલા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા ચીનથી આવેલા શખ્સનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતા સતર્ક બની (corona report of a person from China is positive) ગયું છે. આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો સાથે આરોગ્ય અધિકારીઓ બેઠક કરી સૂચનો આપી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના બાદ BF.7 નામનો ઓમિક્રોન વાયરસ હાહાકાર મચાવી (Omicron BF 7 sub variant of corona) રહ્યો છે ત્યારે ભાવનગરમાં એક દિવસ પૂર્વે ચીનથી આવેલા શખ્સ કોરોના પોઝિટિવ આવતા તંત્ર ખડે પગે થઈ (corona report of a person from China is positive) ગયું છે. ભાવનગરમાં (corona in bhavnagar) આજથી જંગી કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ પણ મહાનગરપાલિકા કરવા જઈ રહી (Massive corona testing in bhavnagar) છે.
આ પણ વાંચોવિશ્વમાં કોરોનાના કેસ વધતા SMC એલર્ટ મોડ પર, દર્દીઓના રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવા કર્યો નિર્ણય
કોરોનાની સ્થિતિ: ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જરૂરિયાત મુજબ શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા લોકોનો કોરોના પોઝિટીવ ટેસ્ટ કરવામાં આવતો (corona report of a person from China is positive) હતો. હવે BF.7 વાયરસને પગલે તંત્ર એલર્ટ થયું (Omicron BF 7 sub variant of corona) છે. ભાવનગરમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું (100 percent vaccination in bhavnagar) છે. નવા વાયરસને પગલે તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આરોગ્ય કેન્દ્રના ડોકટરોને માસ્ક અને ડિસ્ટન્સ રાખવા સૂચનો અપાઈ રહ્યા છે. સવારથી કેન્દ્ર ડોક્ટરો સાથે બેઠક શરૂ કરી દીધી છે.
આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો સાથે આરોગ્ય અધિકારીઓ બેઠક કરી ચીનથી આવેલો શખ્સનો રિપોર્ટ પોઝિટિવ:ભાવનગર શહેરમાં એક દિવસ પૂર્વ આવેલા 34 વર્ષીય વ્યક્તિને રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે સિન્હાએ જણાવ્યું હતું કે BF.7ને પગલે ચીનથી આવેલા શખ્સનો રિપોર્ટ રેપીડ પોઝિટિવ આવતા વધુ રિપોર્ટ કરીને ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. 22 તારીખના રોજ સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવશે. તેથી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી કહી શકાય નહીં કે આખરે ક્યાં લક્ષણો છે.
આ પણ વાંચોતો શું લોકડાઉન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના દિવસો ભારતમાં પાછા આવશે?
ભાવનગર શહેરમાંછેલ્લા ઘણા સમયથી કોરોનાના ટેસ્ટિંગ માટે રિપોર્ટની કામગીરી જરૂરિયાત મુજબ કરવામાં આવતી હતી. ત્યારે આરોગ્ય અધિકારી આર.કે સિન્હાએ જણાવ્યું હતું કે BF.7 ઓમિક્રોન વાયરસને પગલે 22 તારીખ એટલે કે આજથી રોજના 500 થી 600 જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. મહાનગરપાલિકાના 14 જેટલા આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટની કામગીરી આજથી થવાની છે. જો કે તેમને વધુમાં જણાવ્યું હતું કે BF.7ના લક્ષણો કોરોનાના લક્ષણો કરતા અલગ છે. BF.7માં શરદી, ઉધરસ કે તાવ નહીં પરંતુ સાંધાના, પગના, પાનીના અને ડોકના દુખાવા જેવા લક્ષણો હોય છે.