ભાવનગર: શહેરમાં કોરોના કહેર વધતો જાય છે. ભાવનગરમાં 4 જુલાઈએ કોરોનાએ રોજના આંકડાનો રેકોર્ડ તોડ્યો છે. શનિવારના રોજ 23 કેસ એક દિવસમાં નોંધાયા છે. શહેરમાં 11 કેસ અને જિલ્લામાં 12 કેસો નોંધાયા છે તંત્ર દ્વારા વધુ આઇસોલેશન બેડની વ્યવસ્થાઓની શરૂઆત કરી છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભાવનગરમાં કોરોનાના રોજના આંકડાનો તૂટ્યો રેકોર્ડ, એક દિવસમાં 23 કેસ નોંધાયા - Gujarat Corona News
ભાવનગર શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે શહેરમાં 11 કેસ અને જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આમ શનિવારના રોજ એક જ દિવસમાં 23 કેસ નોંધાયા હતા.
ભાવનગરમાં કોરોનાના રોજના આંકડાનો તૂટ્યો રેકોર્ડ, એક દિવસમાં 23 કેસ નોંધાયા
ભાવનગરમાં આજદિન સુધીમાં 174 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો તેર જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે સર ટી હોસ્પિટલમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 142 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.