ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona cases in Gujarat: બોલો લ્યો : કોરોનાને પગલે 14 કેદીને બે માસ માટે મુક્ત કરવામાં આવ્યા, શું કહ્યું પોલીસે જાણો - ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરને (Corona cases in Gujarat)પગલે હાઇકોર્ટ માંથી લીધેલી મંજૂરી બાદ ભાવનગર જિલ્લામાં જેલમાં (Bhavnagar District Jail )આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીઓને બે માસ માટે મુક્ત કરવા આદેશ કરાયો હતો. ભાવનગર કલેકટરના આદેશથી ભાવનગર જીલ્લા જેલ દ્વારા 16 જેટલા પાકા કામના કેદીઓને મુક્ત કરવા આદેશના પગલે આજે 14 જેટલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

Corona cases in Gujarat: બોલો લ્યો : કોરોનાને પગલે 14 કેદીને બે માસ માટે મુક્ત કરવામાં આવ્યા, શું કહ્યું પોલીસે જાણો
Corona cases in Gujarat: બોલો લ્યો : કોરોનાને પગલે 14 કેદીને બે માસ માટે મુક્ત કરવામાં આવ્યા, શું કહ્યું પોલીસે જાણો

By

Published : Jan 18, 2022, 5:09 PM IST

ભાવનગર: શહેરની જિલ્લા જેલમાંથી કલેક્ટરના આદેશ બાદ પાકા કામના 14 કેદીઓને(Prisoners released in Bhavnagar jail ) મુક્ત કરવામાં આવ્યા છે. પેરોલ પર આ કેદીઓને મુક્ત કરીને પોલીસે કેટલોક અનુરોધ પણ કર્યો છે ત્યારે જાણીએ શુ અનુરોધ કેમ મુક્તિ.

બે માસની પેરોલ માટે મુક્ત

ભાવનગર જિલ્લા જેલમાંથી (Bhavnagar District Jail )આજરોજ 14 જેટલા પાકા કામના કેદીઓને સરકારની કોરોના ગાઈડલાઈનના અનુસંધાને મુક્તિ મળી હતી. બે માસની પેરોલ માટે મુક્ત કરવામાં આવેલા કેદીઓને પોલીસ તંત્ર(Bhavnagar District Police)દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે અને બે માસ શાંતિપૂર્ણ વિતાવે તેમ અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.

ભાવનગર જિલ્લા જેલ

જિલ્લા જેલમાંથી આજીવન સજા ભોગવતા કેદી મુક્ત

ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી (Corona cases in Gujarat )લહેરને પગલે હાઇકોર્ટમાંથી લીધેલી મંજૂરી બાદ ભાવનગર જિલ્લામાં જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીઓને બે માસ માટે મુક્ત કરવા આદેશ કરાયો હતો. ભાવનગર કલેકટરના આદેશથી ભાવનગર જિલ્લા જેલ દ્વારા 16 જેટલા પાકા કામના કેદીઓને મુક્ત કરવા આદેશના પગલે આજે 14 જેટલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃDigital Justice Clock: ગુજરાત હાઈકોર્ટ દેશભરમાં પ્રથમ ડીજીટલ જસ્ટિસ ક્લોક કાર્યરત

પોલીસે શું કરી અપીલ મુક્ત થયેલા કેદીઓને

ભાવનગર જિલ્લા જેલમાં પાકા કામના 14 કેદીઓને સવારે મુક્ત કરતાની સાથે પોલીસ તંત્ર દ્વારા આ કેદીઓને બે માસની પેરોલમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું અને પોતાના પરિવાર સાથે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે તે ધ્યાનમાં લઈને સમય વિતાવવા અનુરોધ કર્યો છે. સાથે બે માસ બાદ શાંતિપૂર્ણ રીતે જિલ્લા જેલમાં પરત ફરે તેવી વિનંતી પણ કરી છે.

આ પણ વાંચોઃRift in SPG : લેટરપેડ ફેક નથી, તમામ લોકોની સત્તાવાર નિમણૂક કરાઈ હોવાનો પૂર્વીન પટેલનો દાવો

ABOUT THE AUTHOR

...view details