ભાવનગરમાં વાવાઝોડાના બીજા દિવસે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી - ભાવનગર ન્યૂઝ
ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. સાથે શહેરમાં પણ અડધો ઇંચ આસપાસ વરસાદ વરસ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે સારા વરસાદને પગલે ખેતી માટે લાભદાયક અને આગામી દિવસોમાં સારા વરસાદના એંધાણ પણ માની શકાય છે. કારણ કે, ભીમ અગિયારસ બાદનો વરસાદ સારો ગણવામાં આવે છે.
![ભાવનગરમાં વાવાઝોડાના બીજા દિવસે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી rainy weather in Bhavnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7475323-392-7475323-1591270683316.jpg)
ભાવનગરમાં વાવાઝોડાના બીજા દિવસે વરસાદ
ભાવનગરઃ જિલ્લા અને શહેરમાં મેઘરાજાની સવારી નીકળી હતી. ગઈકાલે બુધવારના વાવાઝોડાની આગાહીમાં વરસાદ કે, પવન જોવા મળ્યો ન હતો પણ આજે ગુરુવારના દિવસે વરસાદ વરસ્યો હતો.
ભાવનગરમાં વાવાઝોડાના બીજા દિવસે વરસાદ: વરસાદથી વાતાવરણમાં ઠંડક