ભાવનગરઃ ભાવનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષની બાળકીના માથામાં કુક્કર ફસાયું હતું. તેના માતા-પિતા કુક્કર સાથે બાળકીને લઈને ભાવનગરની સર ટી હોસ્પિટલ લાવ્યા હતા પણ ડોક્ટરોથી કુક્કર નીકળ્યું નહીં અંતે કુક્કર કાપવા વાળા કારીગરને બોલાવ્યો અને તેને કુક્કરને કાપીને બાળકીને બચાવી શકાઈ હતી.
એક વર્ષની બાળકીના માથામાં ફસાયું કુક્કર, ડોક્ટર્સની મહેનત બાદ કુક્કર કાઢી શકાયું - Bhavnagar news
ભાવનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષની બાળકીના માથામાં કુક્કર ફસાયું હતું. તેના માતા-પિતા કુક્કર સાથે બાળકીને લઈને ભાવનગરની સર ટી હોસ્પિટલ લાવ્યા હતા પણ ડોક્ટરોથી કુક્કર નીકળ્યું નહીં અંતે કુક્કર કાપવા વાળા કારીગરને બોલાવ્યો અને તેને કુક્કરને કાપીને બાળકીને બચાવી શકાઈ હતી.
આ દરમિયાન બાળરોગ વિભાગના ડોકટર ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલઈશ્વર, એડમીન હાર્દિક ભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હોસ્પિટલના આ રેસ્ક્યૂ ઓરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકના વાયટલસ જેવા કે પલ્સ, ઓકસીજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને બાળકના માથામાં ફસાયેલા આ કૂકરને સિફતપૂર્વક બાળકને કશી જ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું. અને ફરી એક વાર સર ટી. હોસ્પિટલના ડોકટરો, નર્સો અને તેમની ટીમની મહેનત રંગ લાવી હતી..