ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar: ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ - Raju Solanki

ભાવનગર શહેરમાં ગુજરાતના સમસ્ત કોળી સમાજ (Koli society)ની ચિંતન બેઠક મળી હતી. જેમાં વિકાસના કાર્યો અંગેની ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે મુખ્યપ્રધાન દરેક લોકોનું કલ્યાણ કરી શકે તેવો હોવો જોઈએ તેમ મીડિયા સાથેની વાતચીત દરમિયાન વીર માંધાતા કોલી સમાજ સંગઠનના અધ્યક્ષે જણાવ્યુ હતું.

ભાવનગરમાં ગુજરાતના સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ
ભાવનગરમાં ગુજરાતના સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ

By

Published : Jun 25, 2021, 9:43 AM IST

  • ભાવનગરમાં સમસ્ત કોળી સમાજ (Koli society)ગુજરાતની ચિંતન બેઠક મળી
  • ચિંતન બેઠકમાં આશરે 100થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા
  • બેઠકમાં સામાજિક તથા રાજકીય મુદ્દા પર થઇ હતા ચર્ચા

ભાવનગરઃ શહેરમાં ઇસ્કોન ક્લબ (ISKCON Club)માં પહેલી હરોળના ગુજરાતના કોળી સમાજના આગેવાનોની ચિંતન બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં સર્વાંગી વિકાસ માટે ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં મહા સંમેલન પણ યોજવામાં આવશે. મુખ્યપ્રધાન બાબતે બેઠકના આગેવાન રાજુ સોલંકીએ ફડફડતો જવાબ આપ્યો હતો કે મુખ્યપ્રધાન ગમે તે સમાજનો હોય પણ સાડા છ કરોડની જનતાનું કલ્યાણ કરી શકે તેવો હોવો જોઈએ પછી ભલે ગમે તે સમાજના વ્યક્તિ મુખ્યપ્રધાન હોય છે. સમસ્ત કોળી સમાજ ગુજરાતની ચિંતન બેઠક મળી હતી. જેમાં 100 થી વધુ આગેવાન હાજર રહ્યા હતા.

ભાવનગરમાં ગુજરાતના સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ

આ પણ વાંચોઃકોળી સમાજમાં વિમલ ચુડાસમાને અપમાનિત કરવા બદલ રોષની લાગણી

ભાવનગરના ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજ(Koli society)ની એક બેઠક

ભાવનગરના ઇસ્કોન ક્લબ(ISKCON Club) ખાતે કોળી સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત માટે કોળી સમાજના આગેવાનો નેતાઓમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુંડાસમા, ઉદ્યોગપતિ કરશનભાઈ વેગડ, કલ હમારા સંગઠનના ધરમશી ધાપાં, દક્ષિણ ગુજરાતના મયુરભાઈ જમોડ, સુરતના ઉદ્યોગપતિ ચંદ્રકાંત સોલંકી, સિંહોર ભાજપના ઉમેશ મકવાણા, સમાજ અગ્રણી વિ.ડી મકવાણા, આંબરડી ભાજપ સંગઠનના ખોડાભાઇ ખસીયા, સિંહોર ભાજપના ચતુરભાઈ મકવાણા, ભાવનગર કોંગ્રેસના નીતાબેન રાઠોડ સહિતના આશરે 100થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃબોટાદમાં કોળી સમાજે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો વિરોધ કર્યો

કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ

વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકી દ્વારા ગુજરાતન સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠકનું આયોજન કરાયુ હતું. ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ વિર માંધાતા સમાજના આગેવાન રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ બેઠક યોજાઇ હતી અને આગામી દિવસોમાં કોળી સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવાનું ચિંતન બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં તેમના જ સમાજના મુખ્યપ્રધાનનો મુદ્દો ઉઠ્યો હતો. એ બાબતે સવાલ કરતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન કોઈપણ સમાજનો હોય પરંતુ સાડા છ કરોડની ગુજરાતની જનતાને સમજી શકે અને લોકોને સુખાકારીમાં વધારો કરી શકે અને કલ્યાણ કરી શકે તેઓ જરૂર હોવા જોઈએ પછી તે કોઈ પણ સમાજમાંથી ભલે આવતો હોય.

ABOUT THE AUTHOR

...view details