ગુજરાત

gujarat

By

Published : Jul 16, 2020, 4:42 PM IST

ETV Bharat / state

બાર્ટન લાઈબ્રેરીના અલભ્ય સહિતના પુસ્તકો કોમ્પ્યુટર બાદ એપમાં લાવવાની ઈચ્છા

ભાવનગરની 139 વર્ષ જૂની બાર્ટન લાઇબ્રેરીમાં અલભ્ય પુસ્તકો સહિત કુલ 80 હજાર પુસ્તકો છે. લાઈબ્રેરીના પુસ્તકોનું કોમ્યુટરરાઈઝડ કરીને બાદમાં ટ્રસ્ટીઓ એપ્લિકેશન લાવવા વિચારણામાં છે. બાર્ટનનું કદ મોટું કરવાની વિચારણા ટ્રસ્ટીઓમાં ચાલી રહી છે અને અલભ્ય પુસ્તકોને કોમ્પ્યુટરમાં સમાવ્યા બાદ હવે સમગ્ર પુસ્તકો કોમ્પ્યુટરમાં સમાવીને વિશ્વ કક્ષાએ વાચકોને લાભ આપી પોતાનું કદ વધારવા વિચારણા કરી રહી છે. બાર્ટનની App આવશે તો નવી પેઢી પણ જુના લેખકો અને તેના પુસ્તકોમાં કંડોરાયેલા શબ્દો અને વિચાર જાણી શકશે.

અલભ્ય સહિતના પુસ્તકો કોમ્પ્યુટરમાં બાદમાં એપમા લાવવાની ઈચ્છા
અલભ્ય સહિતના પુસ્તકો કોમ્પ્યુટરમાં બાદમાં એપમા લાવવાની ઈચ્છા

ભાવનગર: શહેરની બાર્ટન લાઈબ્રેરી ભાવનગરના મહારાજાએ પ્રજાને ભેટ આપી છે. ટ્રસ્ટથી ચાલતી લાઇબ્રેરીમાં આજે 80 હજાર પુસ્તકો છે. નવીન વાત એ છે કે મોબાઈલના આધુનિક સમયમાં લાઈબ્રેરી ટકી રહી છે. લાઈબ્રેરી દ્વારા અતિ પૌરાણિક પુસ્તકો જેને પકડતા ખરી પડે તેવી સ્થિતિમાં રહેલા પુસ્તકોનું સ્કેનિંગ કરીને સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આમ આશરે 2000 પુસ્તકો સ્કેનિંગ કરેલા છે. નવીન વાત એ છે કે લાઈબ્રેરી હવે પોતાની એપ્લિકેશન બનાવવા તરફ વિચાર કરી રહી છે જેથી વાચકોને સમગ્ર વિશ્વમાં મળી રહેશે.

અલભ્ય સહિતના પુસ્તકો કોમ્પ્યુટરમાં બાદમાં એપમા લાવવાની ઈચ્છા
પુસ્તકોની કરવામાં આવતી કામગીરી
ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા 30 ડિસેમ્બર 1882માં બાર્ટન લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. એક પુસ્તકથી પ્રારંભ કરાયેલી બાર્ટન લાઈબ્રેરી આજે 80 હજાર પુસ્તક ધરાવે છે બાર્ટન લાઈબ્રેરી ટ્રસ્ટ મારફત ચાલે છે. સરકારના ત્રણ સભ્યો ચૂંટાયેલા મનપાના ત્રણ સભ્યો અને બાકી સભ્ય હોઈ તેમાંથી ચૂંટાયેલા લોકો મળીને 12 લોકોનું ટ્રસ્ટ બનેલું છે. લાઇબ્રેરીમાં આજે 450 સભ્યો છે અને રોજના વાંચકોની સંખ્યા 300 આસપાસ છે. જેમાં અખબાર, મેગેઝીન અને મોટા પુસ્તકના શોખીન વાચકોનો સમાવેશ થાય છે. જો કે લાઈબ્રેરીના સ્ટાફથી લાઇબ્રેરીમાં વાચકો આકર્ષાય રહ્યાં છે. ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીમાં વર્ષો પુરાણા પુસ્તકો છે જેનો સંગ્રહ કરવામાં લાઈબ્રેરી સફળ થઈ છે. જો કે પુસ્તકોને સાચવી રખાયા છે પણ તેના પન્ના ખોલતા ધૂળ જેમ ખરી પડે છે. આવા પુસ્તકોનું આધુનિક યુગમાં સ્કેનિંગ કરીને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરી લેવાયો છે. આવા પુસ્તકો ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીમાં 2000 ઉપર છે અને હજુ એવા પુસ્તક ભલે નાશ પામે પણ તેને સ્કેનિંગ કરીને આધુનિક ટેકનોલોજી મારફત સાચવી લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કોમ્પ્યુટરમાં બેસીને આવા પુસ્તકો વાંચનાર વાચકો પણ આ પદ્ધતિથી ખુશ છે સાથે પરિવર્તન સાથે વાચકો એપ્લિકેશન પણ લાવવા લાઈબ્રેરી પાસે આશા રાખી રહ્યા છે.
પુસ્તકો
પુસ્તકોની કરવામાં આવતી કામગીરી
બાર્ટન લાઇબ્રેરીમાં હાલ જુના પૌરાણિક અને જોઈએ તે કવિના પુસ્તકો મળી રહે છે. તેમજ પુસ્તકોની ગોઠવણ પણ એવી છે કે સ્ટાફ પળભરમાં પુસ્તક વાચકને મળી જાય તે રીતે આપે છે પણ હાલની મોબાઈલ અને ઓનલાઇન ટેકનોલોજીને પગલે લોકોને આકર્ષવા નવો નુસખો ટ્રસ્ટ દ્વારા અપનાવામાં આવ્યો છે. ટ્રસ્ટે નક્કી કર્યું છે કે જે વ્યક્તિ જે પુસ્તક માંગશે તે મળશે જો લાઇબ્રેરીમાં નહીં હોય તો નવું વસાવીને પણ વાચકની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે. જેના કારણે વાચકો હાલ આકર્ષાઈ રહ્યા છે અને લાઇબ્રેરીમાં પણ વાચકોને વધારવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. લાઈબ્રેરીએ 2048 જેવા અલભ્ય પુસ્તકો સાચવ્યા છે. આ પુસ્તકો પકડો તો ખરી જાય તેવી સ્થિતિમાં છે. જો કે આધુનિક ટેક્નોલોજીમાં તેને કોમ્પ્યુટરમાં સ્કેન કરી સાચવી લેવાયા છે અને વાચકો માટે ખુલ્લા મુકાયેલા કવિ કાગ હોઈ કે અંગ્રેજ એન્જીનીયર કે પછી મેઘાણીના પુસ્તક બધા સ્કેન કરીને વાચકો માટે રખાયેલા છે. હાલ લાઈબ્રેરી પોતાનો વિસ્તાર વધારવા માટે એપ્લિકેશન તરફ વિચાર કરી રહી છે. જો એપ્લકેશન આવે તો વિશ્વ ક્ષેત્રે બાર્ટન લાઈબ્રેરીનું કદ વધી જશે અને નવા વાચકો ઘર બેઠા લાભ લઇ શકશે.
પુસ્તકોની કરવામાં આવતી કામગીરી
લાઈબ્રેરીના પુસ્તકો કોમ્પ્યુટરમાં


વાચકો લાઈબ્રેરીનો પાયો છે, ત્યારે 139 વર્ષ પૂર્ણ કરનાર બાર્ટન લાઈબ્રેરીના વાચકો નાનપણના હોઈ છે. ભાવનગરના 12 વર્ષની ઉંમરથી આજે 50 વર્ષ જેટલી ઉંમર સુધીના સભ્ય રહેલા સભ્યોનું કહેવું છે કે બાર્ટન વાચકો માટે ઉત્તમ છે. પોલીસ ખાતામાં નોકરી મેળવનાર અલ્પાબેન બાર્ટનથી આકર્ષિત થઈને પોલીસ વિભાગમાં લાઈબ્રેરી ચલાવી રહ્યા છે. પોલીસ તંત્રના વાચકો માટે અલ્પાબેન પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે એટલે લાઈબ્રેરીના મૂળમાં પૌરાણિક વાંચકો સહિત આજના યુવાધનના મૂળ સમાયેલા છે. તેવામાં એપ્લિકેશન આવવાથી નવા યુવાનો અને વાંચકો મળશે જેને ઇતિહાસના લેખકો વિશે અને તેના વિચારો વિશે જાણવા મળશે, ત્યારે બાર્ટનની એપ્લિકેશન જો આવશે તો ભાવનગર અને બાર્ટન લાઈબ્રેરીનું ગૌરવ વિશ્વ કક્ષાએ જરૂર વધશે તે નિશ્ચિત છે.

લાઈબ્રેરીના પુસ્તકો કોમ્પ્યુટરમાં
બાર્ટન લાઈબ્રેરી
ભાવનગર બાર્ટનમાં જુના વર્ષો પૌરાણિક પુસ્તકો છે. રજવાડાની દેન હોઈ અને ઊચ્ચ અધિકારી સહિત હવે ચૂંટાયેલા પદાધિકારી હોવા છતાં વિકાસના નામે મીંડુ છે. ટ્રસ્ટીઓ જે કરે તેટલો વિકાસ થઇ રહ્યો છે. વાંચકો બાર્ટનને સરસ્વતીનું મંદિર માને છે અને અપેક્ષા રાખે છે કે લાઈબ્રેરીનો વિકાસ થાય, પરંતુ હાલ જે વિકાસ છે તે સિમિત છે પણ જો વિકાસ કરવામાં આવે તો લાઈબ્રેરી વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામે એમ છે.

ABOUT THE AUTHOR

...view details