- ભાવનગર શહેર કોગ્રેસ કાર્યાલયે કોગ્રેસ મહિલા કાર્યકરોનો હોબાળો
- કુંભારવાડા વૉર્ડ મહિલા મોરચાના આગેવાન અને મહિલા કાર્યકરો તેમજ પૂર્વ કોર્પોરેટર કોંગેસ કાર્યાલય ખાતે દોડી ગયા
- કુંભારવાડા વિસ્તારમાં જે ઉમેદવારો માટે ટિકિટની માંગણી કરવામાં આવી તે ઉમેદવારને ટિકિટ નહીં મળતા હોબાળો
ભાવનગર : શહેરમાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ચૂંટણી માટે પહેલી યાદીમાં 21 ઉમેદવારો અને બીજી યાદીમાં 24 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવતા કુલ 45 ઉમેદવારોના નામો જાહેર થયા હતા અને સાત નામો પર સસ્પેન્શ રાખી છેલ્લી ઘડી સુધી નામો જાહેર કરવામાં આવ્યા ન હતા. જે કારણે કોંગેસ કાર્યકરોએ ચૂંટણી ઉમેદવાર તરીકે ટિકિટની માંગણી કરી હતી તેને ટીકીટ નહીં મળતા રોષ ફાટી નીકળતા કોંગ્રેસ કાર્યાલયે રોષ ઠાલવવામાં આવી રહ્યો હતો.
કુંભારવાડા વિસ્તારના મહિલા કાર્યકરો દ્વારા માંગવામાં આવેલા ઉમેદવારને ટિકિટ નહીં મળતા હોબાળો
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી સાત નામો પર સસ્પેન્શ રાખીને છેલ્લી ઘડીએ સાત નામો માટે ખાનગીમાં મેન્ડેટ આપી જાહેર કરવામાં આવતા કુંભારવાડા વિસ્તારના મહિલા કાર્યકરો દ્વારા માંગવામાં આવેલા ઉમેદવારને ટિકિટ નહીં મળતા વધુ એકવાર વિવાદ સર્જાતા બપોરના સમયે કુંભારવાડા વૉર્ડ મહિલા મોરચાના આગેવાન, મહિલા કાર્યકરો તેમજ પૂર્વ કોર્પોરેટર કોંગેસ કાર્યાલય ખાતે દોડી જઈ હોબાળો મચાવ્યો હતો. મહિલા કાર્યકરો જે સમયે કોંગ્રેસ કાર્યાલયે પહોચ્યા તે સમયે હોબાળાને લઈને કોંગ્રેસ કાર્યાલયને તાળા જોતા કોંગ્રેસના નેતાઓ સામે દેખાવો કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા છે.