ગુજરાત

gujarat

ETV Bharat / state

યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવાની માગ સાથે ભાવનગર કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદન

અન્ય શહેરોમાંથી આવતા અને કોરોના લાવતા લોકોને પગલે ભાવનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું કે, યુનિવર્સિટીની આવનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવે. કોંગ્રેસે બીજી માગ સાથે કલેક્ટર અને કુલપતિને આવેદન આપીને આગામી સમયમાં યોજાવનાર પરીક્ષા હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી.

યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવાની માગ ભાવનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવાની માગ ભાવનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

By

Published : Jun 15, 2020, 4:35 PM IST

ભાવનગરઃ શહેરમાં અન્ય શહેરોમાંથી આવતા લોકો માટેે ભાવનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ખાસ કાયદો કે, નિયમ ઘડવાની માગ કરી છે. તો સાથે કલેક્ટરને યુનિવર્સિટીની લેવામાં આવનાર પરીક્ષા મોકૂફ રાખવાનાી માગ કરી હતી.

યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવાની માગ ભાવનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

ભાવનગર શહેરમાં અમદાવાદથી આવતા લોકોને લઈને કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, અન્ય શહેરોમાંથી આવતા લોકોને કારણે ભાવનગરવાસીઓને ભયના માહોલમાં રહેવાનો સમય આવ્યો છે. ભાવનગર શહેર કરતા બહારથી આવતા લોકો વધુ કોરોના ગ્રસ્ત છે દર્દીઓને સારવાર આપવી આપવો આપણો ધર્મ છે. પણ કોઈ કાયદા એવા બનાવવામાં આવે છે કે, ભાવનગરની પ્રજાને તેનો ભય રહે નહી કારણ કે, છેલ્લા દસ દિવસમાં આવેલા દર્દીઓ કોરોનાના ભાવનગર બહારના શહેરોના છે. આવી સ્થિતિમાં ભાવનગરણી પ્રજાને લઈને કોઈ કડક કાયદો કે, કાર્યવાહી નહી કરવામાં આવે તો ભાવનગર બીજું અમદાવાદ બની જશે માટે સરકારે અને સ્થાનિક તંત્ર દ્વારા વિચાર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવાની માગ ભાવનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

ભાવનગર કોંગ્રેસે બીજી માગ સાથે કલેક્ટર અને કુલપતિને આવેદન આપીને લેવાનાર 25 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. આવનાર 25 તારીખે ભાવનગર યુનિવર્સિટીની કેટલાક વિભાગોની પરિક્ષા યોજવા માટે તૈયારીઓ ઘડવામાં આવી રહી હતી. ત્યારે કોંગ્રેસે પ્રશ્ન ઉભા કર્યા છે કે, આવનાર કટેલાક વિદ્યાર્થીઓને તો સમરસ હોસ્ટેલમાં સ્થાન મળી જશે પણ જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓને ભાવનગરમાં કોઈ રૂમ ભાડે હાલ નહી આપે માટે તેમને રેહવાનો પ્રશ્ન ઉભો થશે તેમજ પરીક્ષા યોજવાથી સંક્રમણનો ભય પણ વધી જશે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં અન્ય યુનિવર્સિટીમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details