ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોઘા તાલુકા પંચાયતની હિસ્ટ્રી - news in Bhavnagar

ભાવનગરના ઘોઘા તાલુકો વર્ષો પહેલા રાજવીકાળ દરમ્યાન વહાણવટીયાઓ વેપારી કરી શકે તે માટે ઘોઘા બંદર તરીકે જાણીતું હતું. તે અખંડ ભારતની રચના થતા ઘોઘા ખાતે અલગ તાલુકા પંચાયત મળતા સરકાર દ્વારા વિકાસ અર્થેના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ઘોઘા તાલુકા પંચાયત વર્ષ 20-03-1963માં અમલમાં આવતા પ્રથમ પ્રમુખ તરીકે જોરુભા ગોહિલ 10 વર્ષ રહ્યા ત્યારથી લઇ આજ સુધી ઘોઘા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો રહ્યો છે.

ઘોઘા તાલુકા પંચાયતની હિસ્ટ્રી
ઘોઘા તાલુકા પંચાયતની હિસ્ટ્રી

By

Published : Jan 20, 2021, 9:09 AM IST

  • રાજવી કાળથી કોગ્રેંસ કરી રહી છે ઘોઘા તાલુકા પંચાયતમાં શાસન
  • ગત ટમના તાલુકા પ્રમુખ સંજયસિહ ગોહિલ તરીકે ચુંટાયેલ
  • તાલુકા પંચાયતમાં વિપક્ષ તરીકે રહેલ સુરુભા ગોહિલ

ભાવનગર : જિલ્લાના ઘોઘા તાલુકો વર્ષો પહેલા રાજવીકાળ દરમ્યાન વહાણવટીયાઓ વેપારી કરી શકે તે માટે ઘોઘા બંદર તરીકે જાણીતું હતું. તે અખંડ ભારતની રચના થતા ઘોઘા ખાતે અલગ તાલુકા પંચાયત મળતા સરકાર દ્વારા વિકાસ અર્થેના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ઘોઘા તાલુકા પંચાયત વર્ષ 20-03-1963માં અમલમાં આવતા પ્રથમ પ્રમુખ તરીકે જોરુભા ગોહિલ 10 વર્ષ રહ્યા ત્યારથી લઇ આજ સુધી ઘોઘા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 18-05-1990 ના રોજ પ્રમુખ ચંદ્રસિંહ ગોહિલ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત આવતા 19-05-90 થી 16-03-95 સુધી વહીવટદાર તરીકે જે.વી.ડાભીએ ચાર્જ સંભાળી કાર્યોને વાચા આપવામાં આવેલ.

ઘોઘા તાલુકા પંચાયતની હિસ્ટ્રી

ઘોઘા તાલુકા પંચાયતના લેખાજોખા

ઘોઘા તાલુકો આજ સુધી કોંગ્રેસના હાથમાં રહેતા કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. ત્યારે ઘોઘા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસ તાલુકા પ્રમુખ સંજયસિહ ગોહિલ તરીકે ચુંટાઇ આવેલ ઘોઘા તાલુકાના વિકાસ કાર્યોની દોર સંભાળતા કાર્યો પર એક નજર કરવામાં આવે તો અઢી વર્ષના શાસનમાં પ્રાથમિક શાળાની દીવાલ, પાણીના ટાકા, રોડ, રસ્તા,ગટર, સ્મશાનની દીવાલ, સેડ, સ્મશાન છાપરી, કાષ્ટ રૂમ જેવા લોક ઉપયોગી અને આવશ્યક જરૂરી કામોને પ્રાધાન્ય આપી વિકાસના 9.70 કરોડના કાર્યા સાથે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘોઘા મોખડાજી ગોહિલની રાજધાની હોવાથી તેમજ ઘોઘામાં મોખદાજી ગોહિલ પ્રવેશદ્વારને તાલુકા પંચાયત સ્વંભાંડોળમાંથી સર્વાનુમતે મંજુર કાર્યો કરેલ છે. પરંતુ રોડ વિભાગ દ્વારા મજુરી મળી ના હોવાના કારણે સમય લાગ્યો છે. જે થોડા સમયમાં નિકાલ કરી દુર કરવામાં આવનાર છે અને ટુંક સમયમાં કામ ચાલુ કરવામાં આવનાર છે. ત્યારે કોંગેસના તાલુકા પ્રમુખે ઘોઘામાં ઘણા ખરા લોક ઉપયોગી કામો લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવતા સારી એવી નામના મેળવી છે.

શું કહી રહ્યા છે તાલુકા પંચાયતના વિપક્ષ સુરુભા ગોહિલ

ત્યારે તાલુકા પંચાયતમાં વિપક્ષ તરીકે રેહલ સુરુભા ગોહિલ પંચાયત પ્રમુખની કામગીરી તો સારી હોવાની જણાવતા જણાવેલ કે, કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં પણ પંચાયતના દરેક સભ્યોને સાથે રાખીને કામગીરી કરી લોક પ્રશ્નોને વાચા આપેલ છે. પરંતુ ઘણા લાંબા સમયથી ઘોઘા ગામ તેમજ તેની આસપાસના ખરકડી,ખાટડી,નાના-મોટા ખોખરા ,સમઢયાળા,ભીકડા,કણકોટ ગામનો પ્રશ્ન આજદિન સુધી ધ્યાને લેવામાં આવ્યો નથી. ઘોઘા તાલુકાના 7 ગામોની નદીનું પાણી વર્ષો પહેલા ભાવનગર શહેરને પીવાનું પાણી વરસાદી સીઝન દરમ્યાન પડતા વરસાદથી બોરતળાવમાં આવતું હતું. આજે એ નદીઓ તેમજ તેના પર આવેલ ચેકડેમો તૂટી ગયા છે જેને રીપેર કરવા તેમજ નવા ચેક ડેમ બાંધવા કેટલીય રજૂઆત કરવા છતાં પણ ધ્યાને નથી લેવામાં આવ્યા.

ABOUT THE AUTHOR

...view details