- મહુવા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ
- 36 સભ્યોમાંથી 7 સભ્યોને ગેરલાયક ઠેરવાયા હતા
- ભાજપના 16 જ સભ્યો ચૂંટણીમાં હાજર રહ્યા હતા
ભાવનગરઃ આજે મહુવા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 36 સભ્યોમાંથી 7 ગેરલાયક ઠેરવ્યા હોય 29 સભ્યોમાં કોંગ્રેસના 11 સભ્યો જ હાજર રહ્યા હતા. ભાજપના 16 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં ભાજપ તરફથી હરેશ મહેતા પ્રમુખ તરીકે અને કિશોર મકવાણા ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી કરતા કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર ન રહેતા પ્રમુખ અને ઉપ પ્રમુખ બંને બિનહરીફ જાહેર થયા હતા.
મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી ન કરતા અનેક તર્ક વિતર્ક 7 સભ્યોને ગેરલાયક ઠેરવતા ભાજપ માટે આસાન થયું અઢી વર્ષ પહેલાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં બિપીન સંઘવીએ બળવો કરતા ભાજપ પાસેથી સતા મેળવી ને બળવા ખોર પ્રમુખ બન્યા હતા. તે પછી તેઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરતા હાઈકોર્ટમાં મેટર બની હતી. આ પછી તેમને ગેરલાયક ઠેરવતા ભાજપ પાસે 16 સભ્યો રહ્યા હોવાથી ભાજપે આસાનીથી વિજય મેળવી લીધો હતો.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ન થતા અનેક તર્ક વિતર્ક
નગરપાલિકામાં કોંગ્રેસના 13 સભ્યો હોવા છતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય એ નવાઈ પમાડે તેવી વાત છે. આ સમયે કોંગ્રેસના સભ્યોને વ્હિપ આપ્યા છતાં કોઈ ઉમેદવાર ન આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક થાય છે. જ્યારે આજે નગરપાલિકામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા હતા અને એકબીજાના સમર્થકોથી નગરપાલિકા ખીચો ખીચ ભરાઈ ગયેલ અને એસડીએમ દ્વારા પત્રકારો સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.