ભાવનગર : કોંગ્રેસે લોકડાઉનમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે રાહતની માંગ કરી છે. જે રાજ્યના વીજ બિલ, વેરા તમામ પ્રકારના અને ખાનગી શાળાઓની ફી માફ કરવામાં આવે. કારણ કે, લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ બે પૈસા કમાઈ શક્યો નથી. ત્યારે રાજસ્થાન સરકાર જો લોકડાઉન દરમ્યાન બધા વેરા અને વીજ બિલ માફ કરે તો ગુજરાત સરકાર કેમ ના કરી શકે એમ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપીને માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસની રાજ્ય સરકાર પાસે માગ: વીજ બિલ, વેરા બિલ, શિક્ષણ ફી માફ કરે
ભાવનગર કોંગ્રેસે લોકડાઉનમાં અપાયેલા વીજ બિલ અને વેરા માફ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતાઓએ કલેકટરને આવેદન આપીને માંગ કરી છે કે, સરકારે લોકડાઉન સમયના વીજ બિલ અને વેરાઓ માફ કરવા જોઈએ. કારણ કે, લોકડાઉનમાં દરેકની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તે માટે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ માટે જાહેરાત કરે.
ભાવનગર
જેમાં કલેકટરને આવેદનપત્ર આપવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી અને મહાનગરપાલિકાના જયદીપસિંહ ગોહિલ સાથે કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા.