ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસે ભાવનગરમાં મંદબુદ્ધિના બાળકો સાથે ઉજવ્યો પતંગોત્સવ - કોંગ્રેસનો પતંગોત્સવ

ભાવનગર: ભાવગનરમાં કોંગ્રેસે મકર સંક્રાંતિના એક દિવય પહેલા અનોખો પતંગોત્સવ ઉજવ્યો હતો. કોંગ્રેસે મંદબુદ્ધિના બાળકો મંદબુદ્ધિ બાળકો સાથે પતંગોત્સવ ઉજવ્યો હતો, તો બીજી તરફ મંદબુદ્ધિના બાળકોએ પણ આનંદથી ઉત્તરાયણની મજા માણી હતી.

congress
કોંગ્રેસ

By

Published : Jan 14, 2020, 9:30 AM IST

ભાવનગરના ઘોઘા સર્કલ ખાતે શહેર કોંગ્રેસ અને યુવા કોંગ્રેસે ઉત્તરાયણની તહેવાર પહેલા પતંગોત્સવનું આયોજન કર્યું હતું. ઘોઘા સર્કલ અખાડામાં કોંગ્રેસે મંદબુદ્ધિના બાળકો માટે પતંગોત્સવનો કાર્યક્રમ યોજ્યો હતો. મંદબુદ્ધિના બાળકોને નાસ્તો કરાવીને ફુગ્ગાઓ,પતંગ અને બ્યુગલ આપવામાં આપવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસે ભાવનગરમાં મંદબુદ્ધિના બાળકો સાથે પતંગોત્સવ ઉજવ્યો

કોંગ્રેસે અસામાન્ય બાળકની જેમ મંદબુદ્ધિના બાળકો પતંગ લૂંટવા તેમજ પતંગ ઉડાડી બ્યુગલ સાથે અવાજો કરવા જેવા આનંદ નથી મેળવી શકતા, જેથી, સમાજથી અળગા અને રોજિંદા પોતાના કામો જેવા કે, કપડાં પહેરવા, જમવું વગેરે કાર્યો કરી શકતા નથી. જેથી મંદબુદ્ધિના બાળકોને પતંગોત્સવ હેઠળ આનંદ આપવા કોંગ્રેસે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.

કોંગ્રેસે ભાવનગરમાં મંદબુદ્ધિના બાળકો સાથે પતંગોત્સવ ઉજવ્યો

ABOUT THE AUTHOR

...view details