સરકારશ્રીને જત જણાવવાનું કેઃ મધ્યમવર્ગના આ પરિવારની વ્યથાનું શું કરશો?
કોરાનાની વૈશ્વિક મહામારીના સમયમાં સત્તાધીશોને લૉક ડોઉન જેવા કડક પગલાં લેવા ફરજ પડી છે. ત્યારે રોજિંદા કમાઈ ખાનાર મધ્યમવર્ગ માટે ન કહેવાય ન સહેવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નાના નાના કામ કરી ગુજરાન ચલાવતાં પરિવારના મોભીઓ માટે જરુરિયાત અને આવકના છેડાં મેળવવા ખૂબ કપરાં બન્યાં છે. આ અંગે ભાવનગરથી અમારો વિશેષ અહેવાલ...
ભાવનગર-ભાવનગર શહેર રાજ્યમાં કોરોના પ્રભાવિત રેડઝોન વિસ્તારમાં છે. એકતરફ કોરોનાનો ભય અને બીજીતરફ લૉક ડાઉનની સખ્તાઈભર્યો અમલ. ઘરમાં બેસી રહેવાની મજબૂરી આ તમામના ચહેરા ઉપર સાફ વંયાય છે.તેઓ ખુલીને પોતાની આપદા વ્યકત કરી શકે તેમ પણ નથી. મધ્યમવર્ગના પરિવારોમાં બંધબારણે લગભગ બધે જ આ સ્થિતિ છે. હાલ તો જેમ તેમ દિવસો નીકળી રહ્યાં છે. પણ આગલા દિવસે શું કરીશું તે મહાપ્રશ્ન સતાવે છે. ગરીબ વર્ગ હાથ લંબાવીને માગી લે છે એવું આ વર્ગ કરી શકતો નથી.અમે ભાવનગરમાં ફ્રીઝ રીપેરીંગ કરતાં અને સિલાઈ કામ સાથે સંકળાયેલા બે પરિવારની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાની કોશિશ કરી હતી.