ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની પ્રથમ ઘટનાઃ સાયકલ ચોરીમાં સેવા સત્તા મંડળ મારફતે નોંધાઇ ફરિયાદ - Valabhipur village

ભાવનગર જિલ્લામાં કાયદાકીય ક્ષેત્રે પહેલ કરવામાં આવી છે. ત્યારે વલભીપુર ગામમાં સાયકલ ચોરીની ઘટના બની હતી. જેની પોલીસ તંત્રમાં FIR કોઈ નહિ લેતા જિલ્લાના વલભીપુર કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. જે ગુજરાતની પ્રથમ ઘટના બની છે.

ગુજરાતની પ્રથમ ઘટના, સાયકલ ચોરીમાં સેવા સત્તા મંડળ મારફતે નોંધાઇ ફરિયાદ
ગુજરાતની પ્રથમ ઘટના, સાયકલ ચોરીમાં સેવા સત્તા મંડળ મારફતે નોંધાઇ ફરિયાદ

By

Published : Jun 17, 2021, 12:20 PM IST

Updated : Jun 17, 2021, 1:06 PM IST

  • ગુજરાતની પ્રથમ ઘટના સાયકલની ફરિયાદ સેવા સત્તા મંડળ મારફત કરાઇ
  • પોલીસ તંત્રમાં FIR કોઈ નહિ લેતા સેવા સત્તા મંડળ મારફત કરાઇ ફરિયાદ
  • સાયકલ ચોરીની ઘટનામાં સત્તા મંડળનો સહારો

ભાવનગરઃગુજરાતમાં પ્રજાને ખ્યાલ નહિ હોય કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવે નહીં તો સીધી જિલ્લા કે, તાલુકાના કાનૂની સેવા સત્તા મંડળ મારફત ફરિયાદ નોંધાવી શકાય છે, ત્યારે વલભીપુર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે વિનયકુમાર હીરાલાલ બધેકાએ તેની સાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ મહાનિર્દેશક અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ વિભાગ સુધી રજૂઆત કરતા કોઈએ સાયકલ ચોરીની ફરિયાદ નહિ લેતા અંતે કાનૂની સેવા સત્તા મંડળનો સહારો લીધો હતો અને વકીલ મારફત ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લા અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા કાનૂની શિબિર યોજાઇ

ગુજરાતમાં કાયદાકીય ક્ષેત્રે પહેલ

ભાવનગર જિલ્લાનો એક કિસ્સો જેને ગુજરાતમાં કાયદાકીય ક્ષેત્રે પહેલ કરી છે. જિલ્લાના વલભીપુર ગામે હાલમાં રહેવા ગયેલા વિનાયકુમાર હીરાલાલ બધેકાની સાયકલ ચોરી થઈ અને પોલીસ તંત્રમાં FIR કોઈ નહિ લેતા જિલ્લાના વલભીપુર કાનૂની સેવા સત્તા મંડળ મારફત ફરિયાદ કરવાની ગુજરાતની પ્રથમ ઘટના બની છે.

વિનયકુમાર બધેકા ગુજરાતમાં પ્રથમ કાનૂની સેવા સત્તા મંડળ મારફત ફરિયાદ કરનાર

ગુજરાતમાં કાયદાકીય રીતે ચાલતી પ્રક્રિયાઓને લઈને વારંવાર ફરિયાદો રાજકિત વર્તુળો અને સામાજિક આગેવાનો દ્વારા ઉઠતી હોય છે. કોઈ ફરિયાદ લેતું નથી તેવા સવાલ સામે કદાચ પ્રજાને ખ્યાલ નહી હોય કે, એક વધુ માધ્યમ છે. જેના દ્વારા ફરિયાદ પોલીસે દાખલ કરવી પડે છે હા એ છે જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ જેનો ગુજરાતમાં પ્રથમ ઉપયોગ વિનયકુમાર બધેકાએ વલભીપુરથી કર્યો છે. પોલીસ સ્ટેશન જવા છતાં ફરિયાદો નહિ લેવાતા અંતે વલભીપુર સેવા કાનૂની સત્તા મંડળ મારફત ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચોઃકાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભોજનની કિટનું કરાયું વિતરણ

ગુજરાતમાં પ્રથમ વલભીપુર કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ ફરિયાદ

ભાવનગરમાં રહેતા અને હાલમાં પોતાના વતન રહેવા ગયેલા વિનયકુમાર હીરાલાલ બધેકાની સાયકલ મોડી રાત્રે કોઈ ઘરમાંથી ચોરી કરી ગયું હતું. આથી વિનયકુમાર વલભીપુર પોલીસ સ્ટેશન જઈને પીએસોને ફરિયાદ લેવાનું કહ્યું હતું પણ લેવામાં આવી નોહતી આથી તેઓ પીઆઇને મળ્યા હતા છત પણ ફરિયાદ લેવાઈ નહિ અંતે ડીએસપી સુધી રજૂઆત કરાઇ છતાં કોઈ ફરિયાદની કાર્યવાહી નહિ થતા અંતે વલભીપુર કાનૂની સેવા સત્તા મંડળમાં જઈને વકીલ હિરેન વી બધેકા મારફત ફરિયાદ નોંધાવી હતી. જેની નકલો જે તે લાગતા વળગતાને મોકલી દેવામાં આવી છે અને વકીલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ ગુજરાતમાં પ્રથમ વલભીપુર કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ સીધી ફરિયાદ હોવાનું જણાવ્યું છે.

Last Updated : Jun 17, 2021, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details