- CM વિજય રૂપાણીએ મહાનગરપાલિકાઓની પ્રથમ સભાના શ્રી ગણેશ કર્યા
- જીતુભાઇ ભાન ભૂલ્યા, પાટીલના બદલે ફળદુ બોલી ગયા
- સભાના અંતમાં CMએ સરકાર સામે પ્રશ્ર થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા
ભાવનગર: શહેરના આંગણે પૂર્વ પ્રદેશ પ્રમુખના મત વિસ્તારના વોર્ડ બોરતળાવમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહાનગરપાલિકાઓની પ્રથમ સભાના શ્રી ગણેશ કર્યા અને સભાનો પ્રારંભ કરાવતા જીતુ વાઘાણી જ ભાન ભૂલીને પાટીલના બદલે ફળદુ બોલી ગયા હતા. એટલું જ નહીં અંતમાં CMએ ગુજરાતને ગુંડા મુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું છે તેમ કહેતા લોકોમાં પ્રશ્ન ઉઠ્યો કે, 25 વર્ષથી તો તમારી જ સરકાર છે તો શા માટે રાજ્યમાં ગુંડારાજ વધી રહ્યું છે?
ગુજરાતની મહાનગરપાલિકાઓની પ્રથમ CMની સભા ભાવનગરમાં
ભાવનગર શહેરને રાજ્યમાં મુખ્યપ્રધાને પક્ષ માટે પ્રચારમાં પ્રથમ પસંદ કર્યું છે. ભાવનગર બોરતળાવ વોર્ડમાં ત્રણ બેઠકો કોંગ્રેસની હતી. ત્યાં ભાજપે જંગી જાહેર સભા CMની રાખી હતી. CM અને પ્રદેશ પ્રમુખ ભાજપના સી.આર. પાટીલ ખાસ મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.