ગુજરાત

gujarat

ETV Bharat / state

Christmas celebration In Bhavnagar: ભાવનગર ખાતે નાતાલના પર્વની ઉજવણી તુલસી પૂજા કરીને કરાઇ - Hindu culture

ગાંધીના ગુજરાતમાં (Gandhi's Gujarat) અહિંસાના પૂજારીઓ વસે છે, ત્યારે પશ્ચિમી સંસ્કૃતિને (Western culture) વખોડવી કે વિરોધ કરવાને બદલે પશ્ચિમી તહેવારની ઉજવણી ભાવનગરમાં ચિન્મય મિશન (Chinmay Mission Bhavnagar) દ્વારા તુલસી પૂજા અને ગાયત્રી હવન (Tulsi Pooja and Gayatri Havan) કરીને કરવામાં આવી હતી. આ રીતે ક્રિસમસની ઉજવણી (Christmas celebration In Bhavnagar) પણ થાય અને "હું હિંદુ છું"ના સુત્રોચાર કરાયા હતા. આ ફળીભૂત થાય તેવો પ્રયાસ બાળકોને કરાવવામાં આવ્યો હતો.

Christmas celebration In Bhavnagar: ભાવનગર ખાતે નાતાલના પર્વની ઉજવણી તુલસી પૂજા કરીને કરાઇ
Christmas celebration In Bhavnagar: ભાવનગર ખાતે નાતાલના પર્વની ઉજવણી તુલસી પૂજા કરીને કરાઇ

By

Published : Dec 26, 2021, 5:09 PM IST

ભાવનગર: વિશ્વમાં ક્રિશ્ચયન પોતાની સંસ્કૃતિને જાળવવા દર વર્ષના અંતિમ મહિલાએ ભગવાન ઈસુની (Lord Jesus) ભક્તિ ઉજવણી કરીને જયારે છે. ઈસુ ભગવાન માટે ક્રિશ્ચયન ટ્રી (Christian Tree) રાખવામાં આવે છે ત્યારે હવે હિંદુઓ પણ વિરોધ નહીં પણ ઉજવણી તેવી રીતે કરી રહ્યા છે કે હિન્દૂ સંસ્કૃતિ (Hindu culture) જળવાય અને આપણી નવી પેઢીને બંને સંસ્કૃતિનો તફાવત સમજાય.

Christmas celebration In Bhavnagar: ભાવનગર ખાતે નાતાલના પર્વની ઉજવણી તુલસી પૂજા કરીને કરાઇ

ક્રિસ્મસની ઉજવણી હિંદુ સંસ્કૃતિથી કરાઇ

ભાવનગર શહેરમાં ચાલતા ચિન્મય મિશન અંતર્ગત ક્રિસ્મસની ઉજવણી (Christmas celebration) હિંદુ ધર્મથી (Hinduism) કરવામાં આવી હતી. કાળિયાબીડ ખાતે આવેલા ક્રિસ્મસ મહોત્સવ પર ચિન્મય મિશન આશ્રમએ (Chinmay Mission Ashram Bhavnagar) તુલસી પૂજા અને ગાયત્રી હવનનો (Tulsi Pooja and Gayatri Havan) પ્રબંધ કરવામાં આવ્યો હતો. આ ક્રિસમસની ઉજવણીમાં 50 થી વધારે બાળકોએ રસ દાખવ્યો હતો આ સાથે "હું હિન્દૂ છું"ના સુત્રોચારના ઉચ્ચારણથી ક્રિસમસની ઉજવણી કરવામાં આવી છે. ઉજવણીના સ્થાન પર એક હવન કુંડમાં 5 થી 8 લોકો હવન કુંડમાં બેસીને હવન કર્યો હતો બાળકોના માતાપિતાઓ પણ તેમાં જોડાયા હતા.

ક્રિસ્મસ ટ્રી ના બદલે કોની પૂજા અને શા માટે આ કાર્યક્રમ યોજાયો

ભાવનગર શહેરના ચિન્મય મિશન દ્વારા નાતાલના ખાસ અવસર પર હિંદુ ધર્મની સંસ્કૃતિને બચાવવા પ્રયત્ન હાથ ધરાયો છે. ક્રિસમસમાં ક્રિસ્મસ ટ્રી એટલે ક્રિશ્ચયન સમાજ દ્વારા માનવામાં આવે છે કે, તેમના દેશમાં તેવા વૃક્ષો વધુ છે, ત્યારે આપણા દેશમાં તુલસી પૂજનીય છે તો આપણે તુલસીની પૂજા કરવી જોઈએ. આ માન્યતા સાથે આજે રવિવારએ ચિન્મય મિશન દ્વારા તુલસીની પૂજા કરાવવામાં આવી હતી. તુલસી પૂજા સાથે ગાયત્રી હવન (Tulsi Pooja and Gayatri Havan) પણ કરવામાં આવ્યો હતો, જેથી હિંદુ ધર્મની સંસ્કૃતિને આપણા બાળકો સમજી શકે અને હિંદુ ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહી શકે આ સાથે પશ્ચિમી સંસ્કૃતિની અનોખી રીતે ઉજવણી પણ થઈ જાય.

આ પણ વાંચો:

સિવિલ હોસ્પિટલમાં 108 અને ખિલખિલાટના કર્મચારીઓએ કરી ક્રિસમસની ઉજવણી

ડાંગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ક્રિસમસની ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details