કારખાનાના માલિક ઇમરાનઅલી હમીરઅલી નીનજારીયા સામે પોલીસ ફરિયાદ ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલા કારખાનામાં બાળમજૂરી થતી હોવાને પગલે શ્રમ અધિકારી દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન કારખાનામાંથી ચાર જેટલા બાળ મજૂરને મુક્ત કરાવવામાં આવ્યા હતા. જો કે કારખાનાના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
મહુવામાં ફૂડસના કારખાનામાં રેડ કરતા બાળ મજૂરી પકડાઈ :ભાવનગર જિલ્લાના મહુવામાં હરિપરા રોડ ઉપર આવેલા આર એમ ફુડ્સ કારખાનામાં બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની જાણને પગલે સરકારના શ્રમ અધિકારી સની બીપીનભાઈ મોદી પોતાની ટીમ સાથે રેડ કરી હતી. કારખાનામાં બાળમજૂરી કરતા ચાર બાળકો મળી આવ્યા હતા. બાળકો બાળમજૂરીમાં પકડાઈ ગયા બાદ શ્રમ અધિકારીએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આ પણ વાંચો World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો
અધિકારીએ શું કહ્યું :આ મામલે એસ બી મોદી શ્રમ અધિકારી ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને બાળમજૂરીની ફરિયાદ મળતા અમે મહુવા હરિપરા રોડ ઉપર ટાસ્ક ફોર્સ સાથે રેડ કરી હતી. જ્યાં 14 વર્ષથી નીચેના ચાર બાળકો મળી આવ્યા હતા.બાળકોને બાદમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં રજૂ કરવામાં આવશે. હાલ અમે FIR કરાવવા આવ્યા છીએ.
કારખાનામાં નાની ઉંમરના બાળકો મળી આવ્યા : મહુવાના હરિપરા રોડ ઉપર આવેલા આર એમ ફુડ્સ કારખાનામાં બાળકોને બાળમજૂરી કરાવતી હોવાની રેડ સફળ થયા બાદ શ્રમ અધિકારીએ આર એમ ફૂડ્સ કારખાનાના માલિક ઇમરાનઅલી હમીરઅલી નીનજારીયા સામે બાળ અધિકાર નિયમ મુજબ બાળમજૂરીના પગલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. બાળમજૂરી કરતા ચાર બાળકોને મુક્ત કરાવીને તેમને ચાઈલ્ડ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જો કે ઝડપાયેલા ચાર બાળકોમાં 2 બાળકો 12 વર્ષના તો અન્ય 2 બાળકો 13 વર્ષના બાળકો હતા. એક જાફરાબાદનો રહેવાસી અને ત્રણ મહુવાના રહેવાસી બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Child Labour In Morbi: મોરબીના ઊંચી માંડલ નજીક સિરામિક ફેક્ટરીમાં દરોડા, 20 બાળ મજૂરોને કરાયાં મુક્ત
ઠેકઠેકાણે જોવા મળતી બાળમજૂરી સામે પોલીસ એક્શન : ભારત દેશમાં બાળમજૂરીને લઈને કાયદાઓ તો રચવામાં આવ્યા છે. પરંતુ છતાં શહેરોમાં,ગામડાઓમાં કોઈ ને કોઈ સ્થળે બાળ મજુરી સામે આવતી હોય છે. ઘણા સ્થળો ઉપર બાળમજૂરી થતી હોવા છતાં પણ લોકો નિહાળતા હોય છે અને તંત્ર સામે લોકોમાં સવાલ ઊભા થતા હોય છે. જો કે હાલ મહુવામાં સરકારના શ્રમ અધિકારીએ કાયદાકીય કાર્યવાહી કરીને બાળમજૂરી કરાવનારને જરૂર ફીટકાર લગાડી છે. મહુવા DYSP જયદીપસિંહે સરવૈયાએ જણાવ્યું હતું કે બાળમજૂરીની ફરિયાદ નોંધાઇ છે પરંતુ કારખાનાનો માલિક આઉટ ઇફ સ્ટેશન છે એટલે આજ અથવા કાલ આવતાની સાથે ઝડપી લેવામાં આવશે. બાળમજૂરીમાં છ મહિનાની સજા અને 50 હજારના દંડની જોગવાઈ છે.