બનાવની વિગત મુજબ શહેરના તળાજા રોડ, રામમંત્ર મંદિર નજીક આવેલ આઝાદનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ ગોહિલની 12 વર્ષીય પુત્રી આરતી કામ અર્થે સાઇકલ લઈને બહાર ગઈ હતી. ત્યારે પરત આવતા રામમંત્ર પેટ્રોલ પંપ નજીક પાછળથી પુરપાટ ઝડપે આવતા GJ.14 Z.1701ના ચાલકે સાયકલ સવાર આરતીને અડફેટે લેતાં તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જ્યારે ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.
ભાવનગરમાં ટ્રક અડફેટે આવતા 12 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત - Gujarati News
ભાવનગરઃ શહેરના તળાજા રોડ રામ મંત્ર મંદિર નજીક ગત રોજ બપોરના સુમારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકે 12 વર્ષની બાળાને અડફેટે લેતા ઘટનાસ્થળે તેનું જ મોત નીપજ્યુ હતું.
ભાવનગરમાં ટ્રક અડફેટે આવતા બાળાનુ ઘટનાસ્થળે મોત
બીજી તરફ બનાવની જાણ થતા સ્થાનિકો રાહદારીઓના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જ્યારે આ બનાવના પગલે ભાવનગર નિલમબાગ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઈ પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.