આ તકે મુખ્યપ્રધાને ગુજરાત એસ.ટી નિગમની એક જ દિવસમાં 84 કરોડના પ્રજાલક્ષી કાર્યોની ભેટ પ્રજાજનોને આપી હતી. જેમા મુખ્યત્વે રૂ. 50 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 21 બસ સ્ટેશન તેમજ રૂ.32.09 કરોડના ખર્ચે તૈયાર થનારા 3 બસ સ્ટેશન અને 2 સ્ટાફ કોલોનીનું ઈ-તખ્તી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. ભાવનગર શહેર મધ્યે પાનવાડી નજીકના એસ.ટી બસ સ્ટેન્ડને રૂપિયા 10 કરોડના ખર્ચે બનાવવા યોજાયેલા ખાતમુહૂર્ત વિધિમાં પણ મુખ્યપ્રધાને ખાસ હાજરી આપી હતી.
CM વિજય રૂપાણીએ એક જ દિવસમાં ST નિગમના 84 કરોડના કર્યા ખાતમુહૂર્ત - development
ભાવનગર: જિલ્લામાં વિકાસના કામને લઇને જ્યારે રાજ્યએ હાલમાં ગતી કરી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યપ્રધાને ST નિગમની એક જ દિવસમાં 84 કરોડના કર્યા ખાતમુહૂર્ત
આ ઉપરાંત નવી મીની બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી સહિત કુલ 131 જેટલી બસ અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેને લઇને મુખ્યુપ્રધાને જણાવ્યું હતું કે, અમારે છેવાડાના ગામ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવી છે. તેથી જ રાજ્યના દરેક ગામમાં એસ.ટી. બસની ઓછામાં ઓછી એક ટ્રીપ ઉપલબ્ધ બને, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે.