ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરાત્રીમાં ટ્રેડીશનલ ડ્રેસની માંગમાં આવ્યો બદલાવ - ભાવનગર

ભાવનગર(bhavnagar) શહેરમાં નવલા નોરતાને પગલે લોકોની માંગ હવે હટકે થવા લાગી છે. (changed demand of traditionalclothes in navratr)નવા ટ્રેડીશનલ ડ્રેસ બજારોમાં આવી ગયા છે. ડિઝાઇનરો પાસે માંગ અલગ થવા લાગી છે. કોરોનાકાળની અસરમાં ભાવો બમણા થવાથી ખેલૈયાઓની ખરીદી પર અસર થાય તેવુ અનુમાન લગાવાઈ રહ્યું છે.(traditional clothes in navratri)

નવરાત્રીમાં ટ્રેડીશનલ ડ્રેસની માંગમાં આવ્યો બદલાવ
નવરાત્રીમાં ટ્રેડીશનલ ડ્રેસની માંગમાં આવ્યો બદલાવ

By

Published : Sep 22, 2022, 10:29 PM IST

ભાવનગર:નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી છે અને શહેરમાં ઘણા ટ્રેડીશનલ ડ્રેસો બજારમાં આવી ગયા છે.કોરોનાકાળની અસરે મોંઘવારી જોવા મળી રહી છે પરંતુ લોકો નવલા નોરતામાં ઝૂમવાનું ચૂકવા માંગતા નથી.ત્યારે આ નવરાત્રીમાં કેવા પ્રકારના ચણીયાચોળી અને ટ્રેડીશનલ ડ્રેસોની માંગ શરૂ થઈ છે.(changed demand of traditionalclothes in navratr)

નવરાત્રીમાં ટ્રેડીશનલ ડ્રેસની માંગમાં આવ્યો બદલાવ
હવે લોકોની માંગ વધી: ભાવનગર શહેરમાં નવલા નોરતાને પગલે ઠેર ઠેર ટ્રેડીશનલ ડ્રેસો રસ્તા પર વેંચાઈ રહ્યા છે. દુકાનોમાં પણ ટ્રેડીશનલ ડ્રેસો જોવા મળી રહ્યા છે.જો કે ભાવનગરમાં ખાસ ટ્રેડીશનલ દતેસ ડીઝાઈન કરતા ડિઝાઇનરોએ આ વર્ષે લોકોની ડિમાન્ડ નીકળી હોવાનું જણાવ્યું છે. શ્રદ્ધાબેન ચૌહાણે જણાવ્યું હતું કે બે વર્ષના કોરોનાકાળ બાદ હવે લોકોની માંગ વધી છે. કોરોનાની અસરે આજે 150 ની આઇટમો 250ની એટલે બમણી થઈ છે. લોકોનો ટ્રેન્ડ પણ બદલાઈ ગયો છે. (traditional clothes in navratri)

ભરત કામ કરેલા ચણીયાચોળી અને કેડીયાની માંગ:ભાવનગરમાં ગરબા રમતા ખેલૈયાઓએ નવા ટ્રેન્ડમાં માંગ શરૂ કરી છે. જુનવાણી ગામઠી ડ્રેસ પદ્ધતિ પ્રમાણેના વસ્ત્રોની માંગ થઈ રહી છે, કેડિયું અને ચણીયાચોળી હવે ગામઠી જોઈએ છે. ચણીયાચોળીમાં ટીકા ટિકી નહિ પરંતુ એમ્બ્રોડરી કરેલા હાથી,ઘોડા,ફૂલ જેવી ડીઝાઈન માંગી રહ્યા છે. ભરત કામ કરેલા ચણીયાચોળી અને કેડીયાની માંગ વધવા પામી છે.

મોંઘવારીમાં ભાવ વધારો:ભાવનગર સહિત દરેક જિલ્લામાં શાળાઓમાં રસ ગરબાઓ થતા હોય છે અને સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે. ત્યારે રસ ગરબા માટે ટ્રેડીશનલ ડ્રેસની ખરીદી કરવામાં આવતી હોય છે. શાળાઓમાં હાલમાં થયેલી આ વર્ષની ખરીદીમાં નાની બાળકીઓના ડ્રેસ 350ના બદલે 650ના આવ્યા હતા. જોબકે ચણીયાચોળી અને ટ્રેડીશનલ ડ્રેસના ભાવ 500 થી લઈને 25 હજાર સુધીના બજારમાં મળી રહ્યા છે. જેવી ચણીયાચોળી તેવા ભાવો આંકવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોનાકાળ બાદની મોંઘવારીમાં ભાવ વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details