ભાવનગર : જિલ્લામાં ભીમ અગિયારસ નિમિતે વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. સવારથી વાદળો વચ્ચે લોકોનો દિવસ પસાર થયો હતો અને વાદળોના કારણે ગરમીમાંથી રાહત મળી હતી. લોકોએ અગિયારસમાં ગઈકાલે આવેલા વરસાદથી સસ્તી થયેલી કેરી પણ આરોગી હતી.
ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભીમ અગિયારસની ઉજવણી - ભીમ અગિયારસની ઉજવણી
સારા વરસાદની આશા સાથે ભાવનગરમાં ભીમ અગિયારસ પર્વની ઉજવણી કરવામાં આવી છે. કોરોના ભય અને લોકડાઉન વચ્ચે નાના–મોટા તહેવારો જતા રહ્યા છે. ત્યારે આજના પર્વનું વિશેષ મહત્વ લોકો માટે છે. આજના દિવસે લોકો સારા વરસાદની આશા પણ રાખી રહ્યા છે. ભીમ અગિયારને નિર્જળા એકાદશી કહેવાય છે. આ એકાદશી કરવાથી 24 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે.
ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભીમ અગિયારસની ઉજવણી
ભીમ અગિયારસને લઈ ભાવનગરની બજાર કેરીથી ઉભરાઈ ગઈ છે. ભીમ અગિયારસ પૂર્વે કેરીની ખરીદી માટે બજારમાં લોકોની અવન-જવન વધી ગઈ હતી. ભીમ અગિયારસનું પર્વ આમ તો કેરી ખાવા અને વાવણી તેમજ ઉપવાસ-વ્રત કરી ઉજવણી થાય છે.