ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના વાઘાવાડી રોડ પર 31st ની ઉજવણી ફિક્કી પડી - 31સ્ટ ની ઉજવણી ફિક્કી પડી

ભાવનગરમાં દર વર્ષની જેમ 31st ડિસેમ્બરની ઉજવણી એટલે વીતી ગયેલા વર્ષના અંતિમ દિવસની, રાત્રી જેમાં લોકો ઉત્સાહથી ખાણી-પીણીની દુકાનો પર ગ્રુપમાં જોવા મળે છે અને લોકો ઉત્સાહથી મોડે સુધી ઉજવણી કરતા હોય છે. પણ આ વર્ષે ભાવનગરમાં કરફ્યૂનો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગરના વાઘાવાડી રોડ પર 31st ની ઉજવણી ફિક્કી પડી
ભાવનગરના વાઘાવાડી રોડ પર 31st ની ઉજવણી ફિક્કી પડી

By

Published : Jan 1, 2021, 10:23 AM IST

Updated : Jan 1, 2021, 10:34 AM IST

ભાવનગરઃ શહેરમાં દર વર્ષની જેમ 31st ડિસેમ્બરની ઉજવણી એટલે વીતી ગયેલા વર્ષના અંતિમ દિવસની રાત્રી જેમાં લોકો ઉત્સાહથી ખાણી-પીણીની દુકાનો પર ગ્રુપમાં જોવા મળે છે અને લોકો ઉત્સાહથી મોડે સુધી ઉજવણી કરતા હોય છે, પણ મહામારીમાં આ વર્ષે ભાવનગરમાં કરફ્યૂનો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગરમાં મોડી રાત્રે વગર કરફ્યૂએ કરફ્યૂ જેવો માહોલ

ભાવનગરમાં 31stની રાત્રીએ રાત્રે 9 કલાકે ભાવનગરનો વાઘાવાડી રોડ ભરચક અને લોકોના ટોળાથી ભરેલો હોઈ છે પણ હાલ 31સ્ટ હોવા છતાં લોકો જોવા મળતા નથી. લોકોને પોલીસનો ડર અને કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણીના કાર્યક્રમો નથી અને લોકો સાવચેત હોય તેવો માહોલ છે. લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ ઘરના સભ્યો કે પરિવારો કોઈ એકના ઘરમાં મળીને ભોજન કે કેક જેવો કાર્યક્રમ કરી શકે છે.

ભાવનગરના વાઘાવાડી રોડ પર 31st ની ઉજવણી ફિક્કી પડી

અફવા સહિતના ક્યાં મુદ્દાઓની અસર 31st પર

ભાવનગરમા 31st ની ઉજવણી જાહેર રસ્તાઓ પર હંમેશા જોવા મળી છે, ત્યારે ભાવનગરનો વાઘાવાડી રોડ પર એકક્કા દુક્કી લોકો જોવા મળતા હતા. જો કે દિવસભર મેગા સિટીમાં જે કરફ્યુ જાહેર કરાયેલું છે તેની અફવા ભાવનગરમાં દિવસભર રહી હતી. જેને પગલે તો બીજી બાજુ પોલીસનું પેટ્રોલિંગ વધુ પ્રમાણમાં રહેવાથી અને ત્રીજું કોવિડ 19 એટલે કોરોના મહામારીનો ડર કારણભૂત રહ્યો છે.

પોલીસ દ્વારા કેવી વ્યવસ્થા ગોઠવાઈ?

ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા 700 જેટલા પોલીસ ગોઠવવામાં આવ્યા હતા. જે રાત્રે પેટ્રોલિંગ કર્યું અને ક્યાંય કોવિડ 19 નો ભંગ થાય ત્યાં પગલાં ભર્યા હતા. બે ASP, ચાર ડીવાયએસપી સહિત પોલીસનો મસમોટો કાફલો બાજ નજર રાખી હતી. પોલીસ રાત્રે 10 કલાક બાદ ચેકિંગમાં નીકળી અને કોવિડ 19ને લઈને ક્યાંય પાલન ન થતું હોય તો કરાવવા અને જરૂર લાગે કડક કાર્યવાહી કરી હતી.

Last Updated : Jan 1, 2021, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details